સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ મુકો
તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, આખા ધાણા, હિંગ, વરીયાળી નાંખી મિક્સ કરો
ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ ,ઝીણા સુધારેલા લીલા મરચાં નાખી બરોબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં વટાણા નાખી બેથી ત્રણ મિનિટ સાંતળો
હવે તેમાં લાલ મરચાંનો ભૂકો, ધાણા જીરુંનો ભૂકો, આમચૂર પાવડર ,ગરમ મસાલો, મરીનો ભૂકો નાખી બરાબર મિક્સ કરો
ત્યારબાદ બાફેલા બટેટાનો છૂંદો નાખી સ્વાદ મુજબ મીઠું નાખી ચારથી પાંચ મિનિટ બરોબર મિક્સ કરી શેકો
મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે તેમાં કાજુના કટકા ,કિસમિસ અને લીલા ધાણા નાખી ફરીથી બરોબર મિક્સ કરી ગેસ પરથી ઉતારી લો
મિશ્રણને ઠંડુ થવા એક બાજુ મૂકી દો
મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ જાય તેનું ધ્યાન રાખવું