ફાફડા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઝીણો બેસનલઈ ચારણી વિચારી લો
ચાળેલા બેસનમાં સ્વાદ મુજબ મીઠું, હાથેથી મસડેલો અજમો, બેકિંગ પાવડર અનેએકથી બે ચમચી જેટલું તેલ નાખો
ત્યારબાદ હાથ વડે લોટ ને બરોબર મિક્સ કરો
લોટ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં થોડું થોડુંકરી ત્રણ ચાર ચમચી પાણી નાખતા જઈ મીડીયમ કઠણ લોટ બાંધો ( જરૂર પ્રમાણે પાણી ઓછું વધુ કરી સકો છો)
ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું તેલ નાખી ફરીથીલોટને મસળી લો
ગેસ પર જાડા તળિયાવાળા વાળા પક્તા વાસણ અથવાપેન માં ધીમા તાપે તેલ ગરમ મૂકો
હવે લોટમાંથી નાના લૂઆ બનાવીને લેવા
તેમાંથી એક ગોળાને હથેળી વડે લંબગોળ આકાર આપી તૈયાર કરી લો
ત્યારબાદ સ્ટીલ ની મોટી થાળી ઊંધી કરી અથવાપાટલા પર લોટની ગોળી લઇ હથેળીના નીચેના ભાગમાંથી ધીમુ ધીમુ દબાણ આપી હાથ થી લોટને આગળઆગળ ખસેડતા જઈશ લાંબો ખેચી ને ફાફડા નો આકાર આપી દો
હથેળીના નીચેના ભાગમાં ચોટેલ લોટ કાઢી લેવો
લાંબો ફાફડા નો આકાર થઇ ગયા બાદ તેને જ્યાંથી ફાફડો બનાવવા ની શરૂઆત કરી ત્યાંથી ચાકુ વડે ફાફડા ને પાટાલા કે થાળી પરથી છૂટોકરી લો
તેલ નવશેકું ગરમ થાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ફાફડો નાખો
એક બાજુથી તળાઈ જાય ત્યારબાદ હળવા હાથે તેને ઉથલાવી બીજી બાજુ તરી લ્યો
આમ બધા ફાફડા તૈયાર કરી લો તૈયાર ફાફડાની તરેલા મરચાં, જલેબી અને પપૈયા ના અથાણા સાથે ગરમાગરમપીરસો.