સૌ પ્રથમ ગેસ પર એક એવું વાસણ મુકવું કે જેમાં તમે ચારણી અથવા જારી વારો વાસણ મૂકી મુઠીયા બાફી શકો. આ વાસણમાં ચાર ગ્લાસ પાણી નાખી ધીમા તાપે ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુધી મુઠીયા ની લોટની તૈયારી કરી લઈએ.
એક બાઉલમાં 250 ગ્રામ દૂધી ને છોલી છાલ ઉતારી છીણી લેવું. હવે તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ,લીલા સુધારેલા ધાણા, ખાંડ, મીઠું, હિંગ, હળદર પાવડર,ધાણાજીરું પાવડર, વળીયારી, લીંબુનો રસ નાંખી બરાબર મિક્સ કરી લેવું. પછી તેમાં અડધો કપ ઘઉંનો લોટ અડધો કપ, ચણાનો લોટ, એક ચમચો તેલ, ૧/૪ કપ જુવાર નો લોટ નાખી વ્યવસ્થિત લોટ બાંધી લેવો.
જો જરૂરત પડે તો જ વધારે લોટ નાખો.
હવે બાંધેલા લોટને સિલિન્ડર આકાર જેવા મુઠીયા વારી લેવા અને ગેસ પર ગરમ કરવા મૂકી રાખેલાવાસણ માં ચારણી માં મુઠીયા બાફવા મૂકવા.
શરુ ના ૫ મિનિટ ફુલ તાપે બાફવા મૂકવા અને પછી ની ૨૫ મિનિટ માધ્યમ તાપે બાફવા. ૨૫ મિનિટ પછીગેસ બંધ કરી દો. અને ચાલુ થી ચેક કરી લો બરાબરબફાઈ ગયાછે.
બાફેલા મુઠીયા ને ૧૦ મિનિટ ઠંડા પાડવા રાખવા. જેથી મુઠીયા ના કાપા વ્યવસ્થિત પડશે. હવે મુઠીયા ને કાપી લેવા.