રસગુલ્લા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક લીટર દૂધગરમ કરવા મૂકો
દૂધ ગરમ ત્યાં સુધીમાં એક વાટકામાં ૧ લીંબુનોરસ નીચોવી લો રસ જેટલું પાણી નાખી લીંબુના રસને ડાયલૂંટ કરી લ્યો
હવે દૂધ ઉકળવા માંડે એટલે ગેસ બંધ કરી ગેસ પરથી નીચે ઉતરી દૂધને બે મિનિટ ઠંડુ થવા દો
બે મિનીટ પછી થોડો થોડો કરીને લીંબુના રસ વાળુપાણી નાખતા જાવ અને ધીમે ધીમે હલાવતા જાવ દૂધ અને પાણી બંને છૂટા કરી લ્યો
હવે એક ચારણીમાં મલ મલ નું કપડું મૂકી તેમાંતૈયાર પનીર વાળુ પાણી નાખી પનીર પાણી અલગ કરી લ્યો
ત્યાર બાદ તેમાં એકથી બે ગ્લાસ ઠંડુ પાણી નાખીપનીર ઠંડુ કરો જેથી પનીર ઘણું ટાઇટ ન થાય લીંબુની ખટાશ તેમાંથી નીકળી જાય આમ 1-2 વાર પાણી નાખી પનીર ધોઇ લેવું
હવે ગેસ પર એક તપેલીમાં ખાંડ લ્યો તેમાં 1 લીટર જેટલું પાણી નાખી ફૂલ તાપે હલાવતા જઈ ખાંડ ઓગળી લ્યોને ઉકળવા મુકો
હવે તૈયાર પનીરને એકવાર બે-ત્રણ વાર નીચોવી લો ત્યારબાદ વજન રાખી પાંચ મિનિટ નીતરવા મૂકો
પાંચ મિનિટ બાદ પનીરને કપડામાંથી કાઢી મોટીથાળીમાં લ્યો
થાળીમાં લીધા બાદ તેને હાથ વડે બે-ત્રણ મિનિટ મસળો
ત્યારબાદ તેમાં એક ચમચી મેંદો અથવા આરા લોટઉમેરી ફરીથી ચાર પાંચ મિનિટ મોડો મસળી લ્યો
પનીર મસળી ને એકદમ સ્મુધ થઈ જાય એટલે તેની હથેળીવડે નાની નાની ગોળીઓ બનાવી લો
ગોળી બનાવતા વખતે ધ્યાન રાખો કે તેમાં ક્યાંકક્રેક ના રહી જાય
હવે તૈયાર ગોળીઓ ને એક એક કરીને ગેસ પર ફૂલતાપે ઉકળતી ખાંડની ઉકળતાં ચાસણીના પાણીમાં નાખતા જાઓ
બધી ગોળીઓ નખાઈ જાય ત્યારબાદ પાંચ-સાત મિનિટ ફુલ તાપે ઉકળવા દો
ત્યારબાદ થોડી હવા નીકળે તે રીતે ઢાંકણ ઢાંકીને 3-4 મિનિટ ચડાવો
પછી ઢાંકણ ખોલી બધીજ ગોળીઓ ને હલકા હાથે ચમચાવડે હલાવી ને ઉથલાવી લેવી
ત્યાર બાદ ફરી ઢાંકણ ઢાંકી ચાર પાંચ મિનિટ ફુલ તાપે ચડાવો
ત્યારબાદ ગેસ બંધ કરી ચાસણીમાં એક કપ ગરમ પાણીનાખો જેથી ચાસણી ઘટ્ટ ના રહે
હવે રસગુલ્લા ઠંડા થવા એક્સાઈડ મૂકી દેવા
રસગુલ્લા ઠંડા થઈ જાય એટલે તેને ફ્રીઝ માં મૂકીઠંડા કરો અને ઠંડા થઇ જાય એટલે મજા માણો ઠંડા ઠંડા રસગુલ્લા