ખાંડવી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ચારણી વડે બેસનની ચારી લ્યો
ત્યારબાદ તેમાં દહીં નાખી ગંઠા ન પડે તે રીતે મિક્સ કરી લો
ત્યારબાદ તેમાં છાંટી હિંગ ,હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
હવે તેમાં થોડું થોડું કરી એક કપ જેટલું પાણી નાખી પાતળું ધોળાનું મિશ્રણ તૈયાર કરો
મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ એક બાજુ મૂકી દો
પાંચ મિનિટ બાદ આ મિશ્રણને ગરણી વડે અથવા ચારણી વડે ચાલ્યો જેથી કરીને આદુ અને મરચાની ના ટુકડા અલગ થઈ જાય અને જો કોઈ ઘંટા રહી ગયા હોય તો તે પણ નીકળી જાય
હવે ગેસ પર એક કડાઈ બેસન નું ઘોળું આચાર્યનું નાખી ધીમા તાપે હલાવતા રહી મિશ્રણને ઘટ કરો
મિશ્રણ બરાબર ઘટ થઇ જાય એટલે ખાંડવી થશે કે નહિ તે ચેક કરવા તેમાંથી અડધી ચમચી જેટલું મિશ્રણ પ્લેટફોર્મ પર કે થાળી માં મૂકી ફેલાવો જો ખાંડવી નું મિશ્રણ આરામથી ગોળ વળી જતું હોય તો ગેસ બંધ કરી નાખો
ખાંડવી ના મિશ્રણ થોડુ થોડુ કરી ઝડપથી ઊંધી થાળી પર અથવા પ્લેટફોર્મ પર મિશ્રણને એકસરખું તવિથા કે સ્પેચૂલા વડે પાતળું ફેલાવી લેવું
ફેલાવેલા મિશ્રણને બરોબર ઠંડુ થવા દો
૧૦ થી ૧૫ મિનિટ ફેલાવી રાખેલ મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેના બે ઇંચના ટુકડા થાય એ રીતે ચાકુ વડે લાંબા લાંબા કાપા પાડી દો
હવે દરેક કાપવાને એક બાજુથી વાડી ગોળ ગોળ ફેરવતા જઈ ખાંડવી નો આકાર આપતા જઈ ખાંડવી બનાવી લો , તૈયાર ખાંડવી ને સર્વિંગ પ્લેટ માં મૂકી દો