Go Back
+ servings
સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત - soji no shiro banavani recipe

સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત | soji no shiro banavani rit recipe

સોજી નો શીરો જે ભગવાન ને ભોગ ધરાવવામાં વપરાય છે અને જમવાની સાથે પણ ખાવાનું પસંદ આવતો સોજી નો શીરો બનાવવાની રીત , soji no shiro banavani rit recipe in gujarati.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 15 minutes
Total Time: 25 minutes
Servings: 5 વ્યક્તિ

Ingredients

સોજી ના લોટ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી

  • અડધો કપ ૧૦૦ ગ્રામ સોજી
  • ૮૦ ગ્રામ ઘી
  • ૧૦૦ ગ્રામ ખાંડ
  • ૩૦૦ મિલી દૂધ
  • અડધી ચમચી  એલચી અને જાયફળ પાવડર
  • ચમચી કાજુ
  • ચમચી બદામ
  • ચમચી કીશમીશ

Instructions

સોજી નો શીરો બનાવવાની રીત | soji no shiro banavani rit recipe

  • સૌ પ્રથમ એક કડાઈ માં ધી ગરમ કરવા માટે મુકીશું ,ત્યાર બાદ બીજી બાજુ દૂધ ગરમ કરવા માટે મુકવું
  • ઘી ગરમ થાય એટલે તેમાં કીસમીસ નાખી તેને થોડી સાંતળીલેવી
  • હવે તેમાં સોજી નાખી તેને ધીમા ગેસે બદામી રંગ નીશેકીવાની છે. સોજી ને થોડી થોડી વારે હલાવતા રેવું
  • તે બદામી રંગ ની થાય એટલે તેમાં ગરમ દૂધ ઉમેરવું .દૂધથોડું થોડું કરી ને જ ઉમેરવું ,બધું એકસાથે ન ઉમેરવું .બધું દૂધ એકસાથે ઉમેરવાથીતેમાં ગંઠા થઈ શકે છે.
  • હવે ધીમા ગેસે બધું દૂધ અને સોજી એક થઈ જાય ત્યાંસુદી તેને ૪ થી ૫ મિનીટ સુદી ચડવા માટે રાખવું. દૂધ મિક્સ થઇ ગયા પછી તેમાં આપણે જેખાડ નું પ્રમાણ લીધું છે તે ઉમેરવું.
  • ખાંડ બરાબર મિક્સ થઇ ગયા બાદ તેમાં એલચી પાવડર અનેકાજુ બાદમ નાખી તેને સારી રીતે મિક્સ કરીશું
  • હવે તેને કોઈ પણ  એકપાત્ર માં લઇ ઉપર થી થોડા કાજુ અને બાદમ થી સજાવીને તેને પ્રસાદ ધરાવવા અથવા તો સર્વ કરવા માટે મુકવું.

Notes

આમાં તમે દૂધ ની જગ્યા એ ગરમ પાણી પણ લઇ શકો છો 
કેસર નો ઉપયોગ પણ કરી શકો છો .
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો