Go Back
+ servings
ગોળ પાપડી બનાવવાની રીત - સુખડી બનાવવાની રીત - gol papdi banavani rit - gol papdi recipe in gujarati - sukhdi banavani rit gujarati ma - sukhadi recipe in gujarati

ગોળ પાપડી બનાવવાની રીત | સુખડી બનાવવાની રીત | sukhdi banavani rit gujarati ma | sukhdi recipe in gujarati | gol papdi recipe in gujarati

સુખડી બનાવવાની રીત જાણીશું. સુખડી ને ગામઠી ભાષામાં ગોળ પાપડી પણ કહેવાય છે. ગોળ પાપડી પ્રસાદી માં, મીઠાઈ તરીકે ને શિયાળા માં અમુક વાસાણા નાખીને બનાવી રોગ પ્રતિકારક મીઠાઈ તરીકે ખાતા હોઇએ છીએ. જે બનાવવીખૂબ જ સરળ છે ને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તો ચાલો ગોળ પાપડી બનાવવાની રીત - gol papdi banavani rit,gol papdi recipe in gujarati, gud papdi banavani rit, sukhdi banavani rit, sukhdi recipe in gujarati ma શીખીએ.
4.15 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 થાળી

Ingredients

ગોળ પાપડી બનાવવા જરૂરી સામગ્રી | સુખડી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉં નો કરકરો લોટ
  • 1 કપ ઘી
  • 1 કપ છીણેલો ગોળ
  • ¼ ચમચી એલચી પાવડર
  • ¼ ચમચી જાયફળ પાવડર
  • 1 ચમચી ખસ ખસ
  • 2-3 ચમચી બદામ ની કતરણ

Instructions

ગોળ પાપડી બનાવવાની રીત | સુખડી બનાવવાની રીત | gol papdi recipe in gujarati | sukhdi banavani rit gujarati ma | sukhadi recipe in gujarati

  • સુખડી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ કરવા મૂકો પછી 2 કપ ઘઉં નો કરકરો લોટ ચારી લ્યો
  • હવે ગેસ પર મૂકેલ કડાઈમાં એક કપ જેટલું ઘી નાખો ને ઘી ને ગરમ કરો
  • ઘી ગરમ થાય એટલે તેમાં 2 કપ ચારી ને રાખેલ ઘઉંનો કરકરો લોટ નાખો( ઘઉં નો સાદોલોટ પણ વાપરી શકો છો પણ જો કરકરો લોટ વાપરશો તો સુખડી ખાવા ની વધુ મજા આવશે અથવા તોઘઉં ના સાદા લોટ સાથે પા કપ જેટલી સોજી નાખવી જેથી પણ સુખડી મસ્ત કરકરી બનશે)
  • હવે લોટ અને ઘીને ધીમા તાપે ચમચા વડે હલાવતા જઈ ને બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકો, ઘઉંનો લોટ બરાબર શેકાઈ જાય એટલે તેમાં એલચી પાવડર અને જાયફળ પાવડર નાખી મિક્સ કરો
  • ઘઉંનો લોટ ને એલચી પાવડર ને જાયફળ પાવડર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો (શિયાળા માં વસાણા વાળી સુખડીકરવા સુખડીમાં તમે તરેલો ખાવા નો ગુંદ કે પછી વસાણા યુક્ત કાચલું પણ ઉમેરી સકો છો)
  • ગેસ બંધ કર્યા પછી કડાઈ ને ગેસ પરથી ઉતારી લો , હવે કડાઈ ને બે થી ત્રણ મિનિટ ચમચા વડે હલાવતા રહી સેકેલાં લોટ ને થોડો ઠંડો કરો
  • હવે 2-3 મિનિટ માં મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય એટલે તેમાં છીણેલો ગોળ નાખો (અથવા આજકાલ મળતો લીકવીડ ગોળ પણ નાખી શકો છો)
  • ગોળ અને લોટ ને બરોબર મિક્સ કરી લો , ગોળ લોટમાં બરાબર મિક્સ થઈ ઓગળી જાય ત્યાં સુધી ચમચા વડે હલાવતા રહો ને મિક્સ કરતા રહો
  • હવે ઘી લગાવેલ એક ગ્રીસ કરેલી થાળી લ્યો , તેમાં સુખડીનું મિશ્રણ નાખી ચમચા વડે બધી બાજુ બરોબર દબાવી ને એક સરખું થાળીમાં ફેલાવી દયો
  • હવે સુખડી ને ઉપર થી ગાર્નિશ કરવા તેમાં ઉપર ખસખસ અને બદામની કતરણ નાખી ફરીથી ચમચા વડે દબાવી એક સરખું કરી લો (બદામ ની સાથે તમે તમને મનગમતા ડ્રાય ફ્રૂટ ની કતરણ પણ છાંટી સકો છો)
  • ત્યાર બાદ ચાકુ વડે મનગમતા સાઈઝના કટકા ના કાપા કરી લો, કાપા કરી લીધા બાદ સુખડી ને બે થી ત્રણ કલાક એક બાજુ મૂકી એકદમ ઠંડી થવા માટે મૂકી દો
  • સુખડી બિલકુલ ઠંડી થઈ જાય એટલે ચાકુ વડે પહેલા જ્યાં કાપા પાડેલા હતા તેના પર જ ફરીથી ચાકુ વડે કાપા પાડી લો
  • હવે સુખડી ના એક એક પીસ કાઢી લો તૈયાર છે સુખડી.

sukhadi recipe in gujarati notes | sukhdi banavani rit notes

  • લોટ માં ઘી હમેશા લોટ લિકવિડ થાય એટલું નાખવું જેથી લોટ બરોબર શેકાઈ સકે
  • ડ્રાય ફ્રુટ ને મસાલા તમે તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો