પહેલા તોઆપણે જે રીંગણા અને બટાટા લીધા છે તેને બરાબર ધોઈ લેવા. પછી બટાટા ના બે ભાગ કરવા અનેરીંગણા ને ઉપર થી બે અડધા કાપા કરી પાણી માં થોડીવાર પલાળવા.
હવે એક મિક્ષચર માં સીંગદાણા નો પાવડર કરી લેવો, ત્યારબાદ ગાઠીયા નો દરદરો ભૂકો કરી લેવો, પછી એજ મિક્ષચર માં તલ ને પણ દરદરા પીસી લેવા, ત્યારબાદ એક તજ નો ટુકડો ૩ થી ૪ લવિંગ થોડા મરી નાખી તેનો પાવડર બનાવી લેવો .
ત્યારબાદ એક લીલું મરચું, ૬ થી ૭ લસણ ની કળીઓ, એક નાનો આદુ નો ટુકડો લઇ પીસી લેવું. પછી છેલ્લે ટમેટા ની પ્યુરી બનાવી આ બધું સાઈડ માં મુકીસું .
હવે એક પેઈન માં ૪ થી ૫ ચમચી તેલ લઇ તેમાં બટેટા ને સાંતળી લેશું, હવે તેમાં મીઠું નાખી તેને થોડા કાચા પાકા સાંતળી લીધા બાદ તેમાં રીંગણા નાખી થોડીવાર પકાવી લેશું.
બટેટા અને રીંગણા થોડા ચડી ગયા બાદ તેને કાઢી લેશું. હવે એજ પેઈન માં તજ લવિંગ નો ભૂકો નાખી સાંતળી લેવું, ત્યારબાદ આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખવી, ને પછી વાટેલા તલ નાખી બધું બરાબર સાંતળી લેવું.
પછી તેમાં ટમેટા ની પ્યુરી નાખી તેને ૩ થી ૪ મિનીટ તેલ છુટું થાય ત્યાં સુદી ઢાંકી ને રાખવું, હવે તેમાં બાકી ના બધા અપણે જે મસાલા લીધા છે તે નાખી બરાબર મિક્સ કરીશુ. મિક્સ થઇ ગયા બાદ તેલ છુટું પડે એટલે તેમાં બે થી અઢી કપ જેટલું પાણી નાખી તેને ઉકળવા દેશું.
ગ્રેવી ઉકળવા લાગે એટલે તેમાં ગાઠીયા નો ભૂકો, સિંગ નો પાવડર ઉમેરી મિક્સ કરી દેવું. હવે તેમાં બટેટા અને રીંગણા નાખી તેને ૧૦ મિનીટ માટે ઢાંકી દેવું જેથી ગ્રેવી અને રીંગણ બટેટા બરાબર મિક્સ થઈ જાય.
હવે છેલ્લે તેમાં બે નાના ગોળ ના ટુકડા ઉમેરવા. બધું બરાબર મિક્સ થઈ ગયા બાદ ૩ થી ૪ ચમચી સમારેલી કોથમીર ઉમેરવી . તો તૈયાર છે એકદમ મસ્ત ચટપટુ એવું આખા રીંગણા અને બટેટા નું શાક.