Go Back
+ servings
ઘૂઘરા બનાવવાની રીત - ghughra banavani rit -ghughra recipe in gujarati language - tikha ghughra banavani rit

ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | ghughra recipe in gujarati | tikha ghughra banavani rit

નમસ્તે મિત્રો આજે ઘૂઘરા કેસે બનાતે હૈ એવા પ્રશ્ન પૂછતા મિત્રો ને ઘૂઘરા બનાવવાની રીત શીખવીશું. ઘૂઘરા મીઠા ને ખરા(તીખા) એમ બેપ્રકાર ના બને છે મીઠા ઘૂઘરા માં પણ માવા વાળા, ડ્રાય ફ્રુટ વાળા,ચોકલેટ વાળા ને ટ્રેડિશનલ સોજી ના સ્ટફિંગ વાળા એમ અલગ અલગ પ્રકારનીસ્ટફિંગ વાળા બનતા હોય છે આજ આપણે ટ્રેડિશનલ રીત વાળા ઘૂઘરા બનાવશું જેને તમે એક વારબનાવ્યા બાદ ઘણા લાંબા સમય સુધી ખાઈ શકો છો તો ચાલો તીખા મસાલેદાર ઘૂઘરા બનાવવાની રીત, ghughra recipe in gujarati language , ghughra banavanirit ,tikha ghughra banavani rit  શીખીએ.
4.75 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઘૂઘરા બનાવવા જરૂરી સામગ્રી - ghughrabanava jaruri samgree

  • 1 કપ મેંદાનો લોટ
  • 4-5 ચમચી સોજી
  • 2-3 ચમચી સૂકા નારિયળ નું છીણ
  • 4-5 ચમચી પીસેલી ખાંડ
  • 2-3 ચમચી બદામ ની કતરણ
  • 2-3 ચમચી કાજુ ની કતરણ
  • 1-2 ચમચી પિસ્તા ની કતરણ
  • 1-2 ચમચી કીસમીસ
  • ¼ ચમચી એલચી પાવડર
  • ½ કપ ઘી
  • તરવા માટે ઘી / તેલ

Instructions

ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | tikha ghughra banavani rit

  • ઘૂઘરા બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો
  • હવે કડાઈ માં બે ત્રણ ચમચી ઘી નાખી ઘી ને ગરમ કરો
  • ઘી બરોબર ગરમ થાય એટલે તેમાં સોજી નાખી ચમચા વડે હલાવી ધીમા તાપે સોજી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ( સોજી શેકાવા આવે ત્યારે તેમાં કાજુ ની કતરણ, પીસ્તા ની કતરણ, બદામ ની કતરણ, કીસમીસ નાખી ને સોજી સાથે શેકી લેસો તોઘૂઘરા માં ડ્રાય ફ્રૂટ વધુ સારા લાગશે)
  • હવે તેમાં સૂકા નારિયળ નું છીણ નાખી બે ત્રણ મિનિટ શેકો
  • ત્યારબાદ ગેસ બંધ કરી શેકેલું મિશ્રણ બીજા વાસણ માં કાઢી લઈ મિશ્રણ ને બિલકુલ ઠંડુ થવા દયો
  • મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે તેમાં એલચી નો પાવડર, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરો( મીઠાસ તમારા ટેસ્ટમુજબ વધુ ઓછી કરી શકો છો)
  • ત્યારબાદ તેમાં કાજુ ની કતરણ, બદામ ની કતરણ, પીસ્તા ની કતરણ, કીસમીસ  નાખી મિક્સ કરી સ્ટફિંગ નું મિશ્રણ તૈયાર કરી લ્યો
  • હવે એક વાસણમાં ચારણી વડે મેંદો ચારી ને લ્યો
  • મેંદામાં એક બે ચમચી જેટલું ઘી નું મોણ નાંખી હાથ વડે બરોબર મિક્સ કરો( લોટ ને મૂઠી બંધ કરતા લોટ છૂટોના પડે એટલું  મોણ નાખવું)
  • ત્યારબાદ થોડું થોડુ કરી નોર્મલ પાણી નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધવો બાંધેલા લોટ ને ચારપાંચ મિનિટ મસળવો જેથી લોટ નરમ બને
  • હવે બાંધેલા લોટ માંથી નાની પૂરી બની સકે એટલે નાના લુવા બનાવી લેવા
  • બનેલા લુવા માંથી પાતળી પુરી બનાવી લેવી
  • થોડીપુરી બની જાય ત્યાર પછી એક પુરી લઈ વચ્ચે સ્ટફિંગ ની એક બે ચમચી મૂકી પુરી ની બધી કિનારી પર દૂધ ની આંગળી કે પાણી ની આંગળી લગાવી બીજી બાજુ થી પુરી ને બરોબર બંધ કરી અર્ધગોળ કરવી
  • હવે એક બાજુ થી હાથ ની મદદ થી કિનારીઓ ને થોડી થોડી વાર્તા જાઓ આમ બધાજ ઘૂઘરા તૈયાર કરી લેવા
  • ઘૂઘરા તૈયાર થાય એટલે ગેસ પર એક કડાઈમાં મિડીયમ તાપે ઘી અથવા તેલ ગરમ કરો
  • ઘી કે તેલ ગરમ થાય એટલે એક એક કરી થોડા થોડા ઘૂઘરા નાખતા જઈ બધી બાજુ થી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવા
  • આમ બધા ઘૂઘરા તારાઈ જાય એટલે ઘૂઘરા ને ઠંડા થવા દેવા બિલકુલ ઠંડા થાય પછી એર ટાઇટ ડબ્બામાં ભરી મૂકી શકો છો ને જ્યારે ખાવા ની ઈચ્છા થાય ત્યારે ખાઈ શકો છો

ghughra recipe in gujarati notes

  • ઘૂઘરા ઘી તરેલાં માં વધારે સારા લાગે છે પણ તમે તેલ માં પણ બનાવી શકો છો
  • તમે એના સ્ટફિંગ માટે તમને ગમતા ડ્રાય ફ્રુટ નાખી શકો છો
  • આપણે આ ઘૂઘરા માં માવા નો ઉપયોગ નથી કરતા એટલે તેને વધુ દિવસ સાચવી શકાય છે
  • તમે હાથ વડે ઘૂઘરા બનાવવા ના ફાવે તો તમે મોલ્ડમાં પણ બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો