સૌપ્રથમ એક તપેલી માં દૂધ ગરમ કરવા મુકવું, બીજી બાજુ આપણે જે પલાળેલા બદામ લીધા છેતેના છીલકા કાઢી તેની પેસ્ટ બનાવી લેવી.
હવે ગરમ દૂધ માં કેસર અને ખાંડ નાખી તેને ઉકળવા દેવું
ત્યા રબાદ દોઢ કપ જેટલું ઠંડું દૂધ લઇ તેમાં બે ચમચી કસ્ટર્ડ પાવડર નાખી મિક્સ કરવું.
હવે એ ઠંડા દૂધ ને ઉકળતા ગરમ દૂધ માં થોડું થોડું કરી ને નાખતા જવું ને દૂધ નેહલાવતા રેવું. ગેસ ની આંચ ધીમી રાખવી,ત્યારબાદ બદામ ની પેસ્ટ દૂધ માં નાખી હલાવી લેવું, તેમજ તેમાં થોડા ડ્રાયફ્રૂટના ટુકડા નાખવા
લાસ્ટમાં તેમાં અડધી ચમચી એલચી પાવડર નાખવું અને થોડીવાર ઉકળવા દેવું.
હવે તેને ઠંડુ થવા દેવું અને ઠંડું થાય ગયા બાદ તેને ગ્લાસ માં નાખી ઉપર થી થોડા ડ્રાયફ્રૂટ ના ટુકડા થી સજાવી સર્વ કરવું