Go Back
+ servings
મેથી ના ગોટા સાથે કઢી બનાવવાની રીત - ગોટા બનાવવાની રીત - મેથી ના ગોટા બનાવવાની રીત - ગોટા ની રેસીપી - methi na gota ni kadhi - ગોટા ની ચટણી - methi na gota banavani rit recipe in gujarati

મેથી ના ગોટા સાથે કઢી બનાવવાની રીત | ગોટા બનાવવાની રીત | મેથી ના ગોટા બનાવવાની રીત | methi na gota banavani rit recipe in gujarati

આજ આપણે બજાર જેવાજ મેથી ગોટા ને એની સાથે પીરસાતી ચટણી - કઢી બનાવવાની રીત શીખીએ , મેથી ના ગોટા બનાવવાની રીત, ગોટા ની રેસીપી, ગોટા ની ચટણી બનાવવાની રીત, methina gota banavani rit recipe in gujarati, methi na gota ni kadhi banavani rit.
4 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Ingredients

મેથી ના ગોટા બનાવવા માટે જરૂરી  સામગ્રી – methi na gota banava jaruri samgree

  • બેસન 2 કપ
  • જીણી સોજી ½ કપ
  • મેથી 2 કપ
  • લીલા ધાણા 1 કપ
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • અધકચરા મરી 1 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • તલ 1 ચમચી
  • લાલ મરચા નો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • 1 ચમચી આદુ, લસણ, મરચા ની પેસ્ટ
  • ખાંડ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ગોટા ની ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી | gota ni chatni banava jaruri samgree

  • બેસન ¼ કપ
  • હળદર ¼ ચમચી
  • 2-3 ચમચી ખાંડ / ગોળ
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1 લીંબુ નો રસ
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • 1-2 ગ્લાસ પાણી

Instructions

મેથી ના ગોટા બનાવવાની રીત - methi na gota banavani rit - methi na gota recipe in gujarati

  • મેથી ના ગોટા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બેસનની બરોબર ચારણી વડે ચારી ને લ્યો
  • ત્યારબાદ તેમાં જીણી સોજી નાખો  અને બરોબર મિક્સ કરો
  • હવે તેમાં એક ચમચી અધકચરા મરી પાવડર, એક ચમચી આખા ધાણા, એક ચમચી તલ, પા ચમચી હળદર ,એક ચમચી લાલ મરચાનો ભૂકો, પા ચમચી હિંગ, એક ચમચી  ખાંડ, આદુ લસણમરચા ની પેસ્ટ ને સ્વાદ મુજબ મીઠું નાખી બધું બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં ત્રણ ચાર  લીલા મરચા ઝીણા સુધારેલા નાખો ત્યારબાદ સાફ કરી ધોઈને નિતારી લીલી મેથી સુધારેલી અને સાફ કરી ધોઈ ને નિતરેલા લીલા ધાણા સુધારેલાનાખી બધુ બરોબર મિક્સ કરો
  • બધુંજ મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં થોડું થોડું કરી પાણી નાખતા જઈ ઘટ્ટ મિશ્રણતૈયાર કરો
  • મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેને ચાર પાંચ મિનિટ એક બાજુ મૂકી દો
  • હવે મિશ્રણ માં પા ચમચી બેકિંગ સોડા નાખી તેના પર બે ચમચી ગરમ તેલ નાખી બરોબર મિક્સ કરો
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ મીડીયમ ગરમ થાય એટલે તેમા હાથ વડે અથવા ચમચી વડેથોડું થોડું કરી મિશ્રણ નાખતા જઈ ગોટા બનાવી લ્યો
  • બધા જ ગોટા ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો

ગોટા ની ચટણી બનાવવાની રીત - ગોટા ની કઢી બનાવવાની રીત - gota ni chatni banavani rit

  • એક વાસણમાં બેસન લ્યો તેમાં પા ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ નાખી મિક્સ કરો ત્યાર બાદ થોડું થોડુ કરી પાણી નાખતા જઈ બેસન નું ઘોળુ બનાવી તૈયાર કરો
  • હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ને હિંગ નાખો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા ને મીઠો લીમડો નાખી એક બે મિનિટ સાંતળો ત્યાર બાદ એમાં બેસનનું ગોળું નાખી હલાવતા રહી ઘટ્ટ કઢી તૈયાર કરો
  • હવે ગરમ ગરમ મેથી ના ગોટા ને ચટણી (કઢી) સાથે મજા માણો

Notes

કઢી માં ખાંડ ની જગ્યાએ ગોળ નાખી શકો છો
જો તમે લસણ ડુંગરી ના ખાતા હો તો ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો