ગોલી ઈડલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દોઢ કપ પાણી ગરમ કરવા મૂકો
પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખો
ત્યારબાદ એમાં એક ચમચી ઘી / તેલ નાખો ને પાણી ને ઉકાળો
પાણી ઉકળે એટલે એમાં દોઢ કપ ચોખા નો લોટ નાખી ચમચા વડે બરોબર મિક્સ કરો
ત્યારબાદ ઢાંકણ ઢાંકી ધીમા તાપે 4-5 મિનિટ ચડાવો
પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ને ચોખા નું મિશ્રણ બીજા વાસણ માં કાઢી થોડું ઠંડુ થવા દયો
મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ વડે મસળી ને સોફ્ટ લોટ બાંધી લ્યો ( લોટ બાંધવા જરૂર લાગે તો થોડુંગરમ પાણી નાખવું)
લોટ બરોબર સમુથ થઈ જાય એટલે એમાંથી નાની નાની ગોળી બનાવી લ્યો બનાવેલી ગોલી ને ચારણીમાંમૂકો
હવે ગેસ પર એક ઢોકરિયા માં પાણી નાખી ઢાંકણ ઢાંકી પાણી ઉકાળો
પાણી ઉકળવા લાગે એટલે એમાં કાંઠો મૂકી ગોલી વાળી ચારણી મૂકો ને ઢાંકણ ઢાંકી દસ પંદર મિનિટચડાવો
પંદર મિનિટ ગોલી ચડવ્યા બાદ ગોલી વાળી ચારણી બહાર કાઢી ઠંડી થવા દયો
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો
તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, ચણા દાળ, ઉદળ દાળ , તલ ને સૂકા લાલ મરચા નાખી હલાવો
ત્યારબાદ હિંગ , મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા ને છીણેલું આદુ નાખી મિક્સ કરો
ત્યારબાદ એમાં બાફેલી ગોલી નાખી મિક્સ કરો ત્યાર બાદ ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ચડાવો
છેલ્લે ગેસ બંધ કરો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ચટણી સાથે પીરસો