Go Back
+ servings
ગુંદર પાક બનાવવાની રીત - ગુંદ ના લાડવા બનાવવાની રીત - gundar pak recipe in gujarati - ગુંદર ના લાડુ બનાવવાની રીત - ગુંદર ના લાડુ - Gund na ladoo recipe in Gujarati - gund na ladoo banavani rit

ગુંદર પાક બનાવવાની રીત | gundar pak recipe in gujarati | ગુંદર ના લાડુ બનાવવાની રીત | ગુંદર ના લાડુ | Gund na ladoo recipe in Gujarati | gund na ladoo banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ગુંદર પાક / ગુંદરના લાડુ બનાવવાની રીત શીખીશું. કહેવાય છે કે શિયાળામાં વસાણા ખાઈ ને સેહત બનાવો ને બાર મહિનાનિરોગી રહો. શિયાળો આવે એટલે સ્વાથ્ય માટે ગુણકારી હોય એવા શાકભાજી ને વસાણા ખાવા નું બધા ચાલુ કરી દેતા હોય છે કેમ કે વસાણા જે બીજી ઋતુ માં ગરમલાગે એ શિયાળા માં ગરમ નથી લાગતા એટલે શિયાળો આવતાજ બધા પોતાની સેહત બનાવવા લાગી જાયછે તો આજ આપણે એવાજ એક વસાણા વાળા ગુંદર પાક - ગુંદ ના લાડવા  બનાવવાની રીત, ગુંદર ના લાડવા, gundar pak recipe in gujarati , Gund na ladoo recipe in Gujarati, gund na ladoo gujarati ,gundna ladoo banavani rit શીખીએ.
4.80 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 8 વ્યક્તિ

Equipment

  • 1 કડાઇ

Ingredients

ગુંદર ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | gundar na ladva banava jaruri samgree

  • 2 કપ ઘઉં નો લોટ
  • ¼ કપ ઘઉંનો કરકરો લોટ ¼ કપ
  • 250 ગ્રામ ઘી
  • 250 ગ્રામ ગોળ
  • 50 ગ્રામ સૂકા નારિયળ નું છીણ
  • 150 ગ્રામ ગુંદ
  • 50 ગ્રામ કાજુ
  • 50 ગ્રામ બદામ
  • 50 ગ્રામ પિસ્તા
  • 50 ગ્રામ અખરોટ
  • 1 ચમચી સુઠ
  • ¼ ચમચી એલચી
  • ¼ ચમચી જાયફળ પાવડર

Instructions

ગુંદર પાક બનાવવાની રીત | ગુંદ ના લાડવાબનાવવાની રીત | gundar pak recipe in gujarati | ગુંદર ના લાડુ બનાવવાની રીત | ગુંદર ના લાડુ | Gund na ladoo recipe in Gujarati | gund na ladoo banavani rit

  • ગુંદરપાક / ગુંદ ના લાડવા બનાવવા સૌ પ્રથમ એક કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકો
  • હવે એમાં એક બે ચમચા ઘી ગરમ કરો ઘી ગરમ થાયએટલે ગેસ ધીમો કરી નાખો
  • હવે ગરમ ઘી માં થોડો ગુંદ નાખી ગોલ્ડન તરી લેવોઆમ થોડો થોડો કરી બધો જ ગુંદ ગોલ્ડન તરી લેવો(ગુંદ તરતી વખતે જરૂર લાગે તો એક બે ચમચા બીજું ઘી નાખી શકો છો)
  • તરલા ગુંદ ને એક બાજુ મૂકો
  • હવે એ જ કડાઈમાં એક ચમચી ઘી નાખી કાજુ ના કટકા, બદામ ના કટકા, પીસ્તા ના કટકા ને અખરોટના કટકા નાખી ધીમા તાપે શેકી લેવા ડ્રાય ફ્રૂટ શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢીલ્યો
  • ત્યાર બાદ એ જ કડાઈમાં સૂકા નારિયળ નું છીણનાંખી ધીમા તાપે 3-4 મિનિટ શેકી લ્યો શેકેલાનારિયેળના છીણ ને ડ્રાય ફ્રુટ સાથે કાઢી લ્યો
  • હવે એ જ કડાઈ માં બાકી રહેલું ઘી લ્યો ને ઘીને બરોબર ગરમ કરો
  • ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ઘઉંનો કરકરો લોટ ને ઘઉંનો લોટ નાખી ધીમા તાપે હલાવતા  રહો ને લોટ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો લોટ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધકરી ને 4-5 મિનિટ હલાવતા થી જેથી લોટ બરી ના જાય
  • શેકેલો લોટ થોડો ઠંડો થાય એટલે એમાં તરી રાખેલ ગુંદ ને ડ્રાય ફ્રુટ ને નારિયળ છીણ નાખી બરોબર મિક્સ કરો
  • હવે ગેસ પર એક કડાઈમાં 2-3 ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ધીમાતાપે ગોળ ને ઓગાળો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો
  • હવે જે ઓગળેલા ગોળ ને લોટ ના મિશ્રણ માં નાખીબરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં જાયફળ પાવડર, સુંઠ પાવડર ને એલચી પાવડર નાખીનેબરોબર મિક્સ કરો
  • બધું બરોબર મિક્સ થઈ જાય એટલે એક ઘી થી ગ્રીસકરેલી થાળી માં પાથરી નાખી વાટકા વડે દબાવી ને સેટ કરો ને ઉપર થી ડ્રાય ફ્રૂટ છાટીને દબાવી દયો અને ચાકુ વડે કાપા પડી ઠંડુ થવા દયો
  • ઠંડુ થઈ જાય એટલે ચાકુ થી પીસ કરી પીસ કાઢીલ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો અથવા તો મિશ્રણ થોડુ ઠંડુ થવા દયો ત્યાર બાદ થોડો થોડોહાથ માં લઇ લાડવા બનાવી લ્યો ને લાડવા ને ઠંડા થવા દયો ને ત્યાર બાદ એર ટાઇટ ડબ્બામાંભરી લો

gundar pak recipe in gujarati notes

  • આ લાડવા માં માવો નથી નાખ્યો એટલે તમે આ લાડવા નો 15-20 દિવસ સુંધી ખાઈ શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો