Go Back
+ servings
અપ્પમ બનાવવાની રીત - અપમ બનાવવાની રીત - appam banavani recipe - appam banavani rit - appam recipe in gujarati

અપ્પમ બનાવવાની રીત | અપમ બનાવવાની રીત | appam banavani recipe | appam banavani rit | appam recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાઉથ ઈન્ડિયન વાનગી અપમ બનાવવાની રીત શીખીશું. અપમ આમ તો ઈડલી ના બેટ્ટર માંથી બનતા હોય છેપણ ક્યારેક ઈડલી નું મિશ્રણ બનવવા નો ટાઇમ ન હોય ને અપમ ખાવા નું મન થાય તો સોજી માંથી  બસ 10-15 મિનિટમાં ઇન્સ્ટન્ટ મિશ્રણ બનાવી ને તૈયાર કરી શકો છો સવાર નો કે સાંજ નો હલકો ફૂલકો નેટેસ્ટી નાસ્તો જે  તમારીપસંદ કે તમારા બાળકો ના મનપસંદ શાક નાખી અથવા તો કોઈ ઓચિંતા આવેલ મહેમાન ને ગરમ ગરમ નાસ્તો કરવો હોય તોપણ ખુબજ ઝડપથી બનાવી ને ખવરાવી શકો છો તો ચાલો બનાવતા શીખીએ અપ્પમ બનાવવાની રીત , અપમ બનાવવાની રીત , appam banavani recipe , appam banavani rit , appam recipe in gujarati.
5 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 અપ્પમ પાત્ર

Ingredients

અપ્પમ બનાવવા જરૂરી સામગ્રી | appam banava jaruri samagri

  • 2 કપ સોજી
  • 1 કપ દહીં
  • 1 કપ ડુંગરી જીણી સુધારેલ
  • ½ કપ કેપ્સીકમ ઝીણું સમારેલું
  • ½ કપ ગાજર જીણું સમારેલું
  • 2-3 લીલા મરચાં સુધારેલ
  • 1 ચમચી આદુનું છીણ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 5-6 મીઠા લીમડા ના પાન
  •  જરૂર મુજબ પાણી

અપમ - અપ્પમ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલ 1 કપ
  • 3-4 ચમચી દડિયા ડાર /સિંગદાણા3-4
  • 2-3 ચમચી લીલા મરચા
  • 1 ચમચી આમલી નો પ્લપ 1 ચમચી/લીંબુ રસ
  • 3-4 લીલું નારિયળ/સૂકું નારિયળ કટકા
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

અપ્પમ બનાવવાની રીત - અપમ બનાવવાની રીત - appam banavani recipe - appam banavani rit - appam recipe in gujarati

  • અપમ બનાવવા સૌપ્રથમ બધા શાકભાજીઓ ધોઈ બરોબર સાફ કરી લો
  • ત્યારબાદ ડુંગળી ની જીની સુધારી લો ,ત્યારબાદ ગાજરને છીણીને અથવા તો સાવ ઝીણા કટકા કરી લો ,ત્યારબાદ કેપ્સિકમની જીણા સુધારી લ્યો ત્યારબાદ લીલા મરચા ને જીણા સુધારી લો
  • હવે એક વાસણમાં સાફ કરેલી સોજી લ્યો  ત્યાર બાદ એમાં દહીં નાખો ત્યારબાદ તેમાં સુધારેલી ડુંગળી ઉમેરો ત્યારબાદ તેમાં સુધારેલ ગાજર , કેપ્સીકમ, સુધારેલા લીલા મરચા ને છીણેલું આદુ  નાખો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠુંનાખી બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં દોઢ કપ જેટલું પાણી નાખો અને  મિશ્રણને બરોબર મિક્સ કરો
  • મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે ઢાંકણ ઢાંકી દસથી પંદર મિનિટ એક બાજુ મૂકી દો મિશ્રણ રેસ્ટ કરવા મૂકો
  • મિશ્રણ રેસ્ટ ત્યાં સુધીમાં તેની સાથે પીરસવામાં આવતી ચટણી તૈયાર કરી લઈએ
  • હવે વઘારીયા માં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો તેમજ ચપટી હિંગ નાખી ગેસ બંધ કરી નાખો ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરો
  • તૈયાર વઘાર ઠંડો થાય એટલે અપમ ના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરો
  • હવે અપમ મિશ્રણ માં બેકિંગ સોડા નાખી મિક્સ કરો
  • હવે ગેસ પર અપમ પાત્ર ગરમ કરવા મૂકો
  • ત્યારબાદ તેમાં ચમચી વડે સોજી નું મિશ્રણ નાખો ત્યાર બાદ અપમ પાત્ર ને ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ ચડવા દયો
  • ત્યારબાદ ટૂથ પિક થી કે ચમચી વડે બધા અપમ ને ફેરવી ને બીજી બાજુ ચડવા માટે ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ ગોલ્ડન થાય ત્યાં સુધી  ચઢાવો
  • બને બાજુ ગોલ્ડન ચડી જાય એમ બધા જ અપમ તૈયાર કરો તૈયાર કરેલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે ગરમાગરમ પીરસો

અપ્પમની ચટણી બનાવવાની રીત

  • સૌ પ્રથમ મિક્સર જારમાં સાફ કરી સુધારેલા લીલા ધાણા ,લીલા મરચાં ,દરિયા દાળ કે સિંગદાણા, નારિયેળ ના કટકા ,આમલીનો પલ્પ અથવા લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સરમાં પીસી ચટણી તૈયાર કરો તૈયાર ચટણી ને બાઉલમાં કાઢી લો

Notes

શાક તમને ગમતા નાખી શકો છો
વટાણા ને મકાઈ ના દાણા નાખવા થી ખૂબ જ ટેસ્ટી લાગે છે
સોડા ની જગ્યાએ ઇનો પણ વાપરી શકો છો
વઘાર માં કાજુ ના ટુકડા નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો