સૌ પ્રથમ નવશેકું દૂધ લ્યો એમાં ૨ ચમચી ખાંડ નાખી મિક્સ કરી ઓગાળી લ્યો
હવે દૂધ માં અઢી ચમચી એક્ટિવ યીસ્ટ નાખી મિક્સકરી ૫-૧૦ મિનિટ ઢાંકી એક બાજુ મૂકી દયો
મેંદા ને એક વાસણમાં ચારણી વડે ચારી લ્યો તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો
તેમાં તૈયાર કરેલ યીસ્ટ નું મિશ્રણ નાખી મિક્સકરી જરૂર મુજબ અથવા ૪-૫ ચમચી પાણી નાખી નરમ લોટ બાંધો
બાંધેલા લોટ ને ૧૦-૧૫ મિનિટ સુંધી મસળો ત્યાર બાદ એમાં ૨-૩ ચમચી માખણ નાખી ફરી ૫-૭ મિનિટ મસળો.
હવે એક મોટા વાસણમાં તેલ લગાડી એમાં બાંધેલોલોટ મૂકી ઢાંકણ ઢાંકી અથવા કપડું ઢાંકી ને ૧-૨ કલાક ગરમ જગ્યાએ મૂકી દયો
૨ કલાક પછી લોટ ફુલ્લી ગયો હસે તેને ફરી ૪-૫ મિનિટ મસળી લ્યો ને તેના સરખા ભાગ કરો મોટાપાઉં કરવા હોય તો ૯ સરખા ભાગ કરો અથવા નાના પાઉં કરવા હોય તો ૧૨-૧૮ ભાગ કરી લુવા બનાવો
હવે બેકિંગ માટે કકે ટીન કે કોઈ ધાતુના વાસણને તેલ/ ઘી થી ગ્રિશ કરો ને તેમાં થોડાથોડા અંતરે તૈયાર કરેલા લુવા ને મૂકો ને કપડું ઢાંકી એક ધોઢ કલાક ગરમ જગ્યાએ મૂકી દયો
દોઢ કલાક પછી લુવા સારા એવા ફૂલી ગયા હસે
ફૂલેલા લુવા પર હલકા હાથે બ્રેશ વડે દૂધ લગાડો
હવે જો પાઉં ઓવેન માં બનાવવા હોય તો તેને ૧૦મિનિટ ૨૦૦ ડિગ્રી પ્રી હિટ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ ટ્રે / વાસણ મૂકી ૨૦ મિનિટ ચડાવો
જો કૂકરમાં કરવા માગતા હો તો કુકર ની સિટી નેરીંગ કાઢી નાખવા ને અંદર નીચે કાંઠો કે રેતી કે મીઠું નાખી ને ૧૫ મિનિટ ફૂલ તાપે કુકરગરમ કરો ગરમ કર્યા પછી તેમાં બેકિંગ ટ્રે/ વાસણ મૂકી કુકર બંધ કરી મિડીયમ તાપે ૨૦-૨૫ મિનિટ ચડાવો
તૈયાર ગરમ પાઉં પર માખણ લગાડી ઠંડા થવા દયો
પાઉં ઠંડા થયા બાદ તેને બેકિંગ ટ્રે/ વાસણ માંથી કાઢી લ્યો