ખજૂર પાક બનાવવા માટે સૌ પ્રથમ ખજૂર ના ઠર્યા કાઢી ને સાફ કરો
ખજૂર બરોબર સાફ કર્યા પછી તેના ચાકુ વડે કટકા કરી લ્યો
મિક્સર જાર માં કટકા નાખી ખજૂર ને પીસી લ્યો
ગેસપર એક કડાઈમાં ખસખસ ને એક બે મિનિટ ધીમા તાપે શેકી લ્યો ખસખસ શેકાઈ જાય એટલે એને બીજા એક વાસણમાં કાઢી લ્યો
હવે ગેસ પર મુકેલી કડાઈમાં એક બે ચમચી ઘી ને ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ ના કટકા, બદામ ના કટકા ને પિસ્તા નાકટકા ને ત્રણ ચાર મિનિટ ધીમા તાપે શેકો ડ્રાય ફ્રૂટ બરોબર શેકાઈ જાય એટલે તેને બીજા વાસણમાં કાઢી લ્યો
હવે એક કડાઇમાં ત્રણ - ચાર ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે મિક્સર જાર માં પીસેલા ખજૂર ની પેસ્ટતેમાં નાખી ધીમા તાપે હલાવતા રહો
ખજૂરની પેસ્ટ ગરમ થઇ ને સોફ્ટ થાય ત્યાં સુધી પાંચ સાત મિનિટ સુધી શેકો
ખજૂર પેસ્ટ બરોબર શેકાઈ જાય એટલે તેમાં શેકેલી ખસખસ માંથી એકાદ બે ચમચી ખસખસ ને એલચી પાવડરનાખો
ત્યારબાદ એમાં શેકેલા ડ્રાય ફ્રૂટ માંથી બે ત્રણ ચમચી ગાર્નિશ માટે એક બીજા વાસણ માં મૂકી બાકીના શેકેલા કાજુ કટકા, પીસ્તા કટકા, બદામ કટકા ને ખજુર ના પેસ્ટ માં નાખી મિક્સ કરો
હવે ગેસ બંધ કરી ખજૂર ડ્રાય ફ્રૂટ મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી થોડું ઠંડું થવા પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો
મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે તમે તેમાંથી લાડુ બનાવી ને લાડુ ને ખસખસ ને ડ્રાય ફ્રુટ ના મિશ્રણમાં ફેરવી ગાર્નિશ કરી શકો છો
અથવા તો થાળીને ઘી થી ગ્રીસ કરી એમાં મિશ્રણ બરોબર એકસરખું ફેલાવી પાથરી ઉપર થી ખસખસ નેડ્રાય ફ્રુટ છાંટી ચાકુ વડે કટકા કરી એક બાજુ બિલકુલ ઠંડા થાય પછી પીસ કાઢી શકો છો
અથવા તો ખજૂર પાક ના મિશ્રણ ને લંબગોળ સિલેન્ડર આકાર આપી રોલ બનાવો ત્યાર બાદ તૈયાર રોલ ને ખસખસ ને ડ્રાયફ્રુટ ને થાળીમાં કે પ્લેટ ફ્રોમ પર પાથરી તેના પર ખજૂર રોલ ફેરવી ગાર્નિશ કરો રોલ બરોબર તૈયાર થાય એટલે પ્લાસ્ટિકમાં કે બટરપેપરમાં કે એલ્યુમિનિયમ ફોઇલ માં બરોબર ટાઇટવિટી બને બાજુ થી પેક કરી ફ્રીઝ માં એક બે કલાક માટે મૂકો
ખજૂર રોલ ઠંડો થઈ જાય એટલે બારે કાઢી પ્લાસ્ટિક, બટર પેપર, કે એલ્યુમિનિયમ ફૉઇલ માંથી કાઢી ધારદાર ચાકુથી તેના કટકા કરી શકો છો
તૈયાર ખજૂરપાક ને ડબ્બામાં ભરી બારે 8-10 દિવસ ને ફ્રીજમાં 15 -20દિવસ સુધી ખાઈ શકો છો