Go Back
+ servings
બનાના કેક બનાવવાની રીત - Banana cake recipe in Gujarati

બનાના કેક બનાવવાની રીત | Banana cake recipe in Gujarati | Banana cake banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ઘઉં ના લોટ ની બનાના કેક/કેળા નો કેક,Banana cake recipe in Gujarati, Banana cake banavani rit
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર અથવા કડાઈ

Ingredients

  • 3 પાકા કેળા
  • 2 કપ ઘઉં નો લોટ
  • ½ કપ તેલ/ઘી/માખણ
  • ¼ કપ દહીં
  • ¼ ચમચી મીઠું
  • ¼ ચમચી તજ ભૂકો
  • 1 ચમચી વેનિલા એસેસન્સ
  • 1 ચમચી બેકિંગપાઉડર
  • 1 ચમચી બેકિંગસોડા
  • ½ ચોકો ચિપ્સ/ચોકલેટ ના કટકા

Instructions

બનાના કેક બનાવવાની રીત | Banana cake banavani rit

  • સૌ પ્રથમ એક વાસણમાં ત્રણ પાકા કેળા લ્યો
  • કેળા ને બિટ્ટર અથવા હાથ વડે બરોબર મેસ કરો
  • કેળા મેસ થઇ ગયા બાદ તેમાં અડધો કપ ગઈ દહીંઅડધો કપ તેલ અને એક ચમચી વેનિલા એસેન્સ ઉમેરી બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ ચારણીમાં 2 કપ ઘઉંનો લોટ 1 ચમચી બેકિંગપાઉડર પા ચમચી બેકિંગ સોડા પા ચમચી મીઠું નાખી ને પા ચમચી તજ નો ભૂકો નાખી ચાળી લો
  •  ચારેલ મિશ્રણને કેળા વાળા મિશ્રણ સાથે બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં ચોકો ચિપ્સ અથવા ચોકલેટના કટકાનાખી મિક્સ કરો
  • ગેસ પર રીંગ ને સિટી કાઢી કુકર ગરમ કરો
  • હવે એક તેલ કે ઘી થી ગ્રીસ કરેલા વાસણમાં કેકનું મિશ્રણ નાખી એકથી બે વખત ધીમે થી પછાડો જેથી  વધારાની હવા  બહાર નીકળી જાય
  • ગેસ પર ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ પહેલાં મુકેલકુકર ગરમ  થઇ ગયું  હસે કેક ના મિશ્રણ વાળું પાત્ર કૂકરમાંમૂકી પરનું ઢાંકણ ઢાંકી દયો
  • પ્રથમ દસ મિનિટ ફુલ તાપે ત્યારબાદ પંદરથી વીસમિનિટ ધીમા તાપે ચડાવો તૈયાર છે બનાના કેક

Banana cake recipe in Gujarati |

  • ચોકલેટ સિવાય તમે એમાં તમને કે બાળક ને ગમતા ડ્રાય ફ્રુટ પણ ઉમેરી સકો છો
  • બાળકો માટે જ બનાવતા હો તો તેલ ની જગ્યાએ ઘી કે માખણ નાખવા થી એમને વધુ ભાવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો