અડદિયા બનાવવા માટે સૌ પ્રથમ અડદની દાળ નો લોટ લ્યો તેમાં બે ચમચી નવશેકું દૂધ ને બે ચમચીઘી નાખો
હવે બને હાથ વડે દૂધ ને લોટ ને મિક્સ કરો બધું બરોબર મિક્સ થઈ જાય એટલે લોટ ને સેજ દબવીનાખો ને ઢાંકણ ઢાંકી દસ પંદર મિનિટ માટે એક બાજુ મૂકી ધાબો આપો( ધાબો આપવાથી લાડવા એકદમ દાણેદાળબનશે)
હવે મોરો માવો લઈ તેને જીણો સુધારી લ્યો અથવા તો છીણી લ્યો ત્યાર બાદ માવો ગેસ પર એક કડાઈમાં લ્યો ને ધીમા તાપે ચાર પાંચ મિનિટ સુધી શેકો ( માવા નો રંગ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો)શેકેલો માવો એક વાસણમાં કાઢી લ્યો
હવે એક કડાઇમાં પાંચ છ ચમચી જેટલું ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં થોડો થોડો કરી ગુંદને ગોલ્ડન તરી લ્યો તારેલો ગુંદ એક વાસણમાં કાઢી લ્યો
હવે અડદ નો લોટ જે ધાબો આપવા મૂકેલ તેને ચારણી વડે ચારી લ્યો
ત્યાર બાદ એક કડાઈમાં બાકી રહેલું ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં અડદ નો લોટ નાખીધીમા તાપે હલાવતા રહો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો ( લોટ શેકાવા ની સુગંધ આવે નેલોટ માંથી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો) ત્યાર બાદ ગેસ બંધ કરીનાખો ને થોડી થોડી વારે ચમચા વડે હલાવતા રહો જેથી તરીયા માં રહેલ લોટ બરી ના જાય
હવે ગેસ પર એક તપેલીમાં ખાંડ લ્યો તેમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખો ને ચમચા વડે હલાવતાથી ખાંડ ને ઓગળી એની એક તારી ચાસણી બનાવો ( ખાંડ પણ તમને ગમતી મીઠાસ મુજબ વધુ ઓછી કરી શકો છો) (ચાસણીએક તાર બની કે નહિ ચેક કરવા ચાસણી થોડી ઘટ્ટ થાય એટલે એક બે ટપકા એક નાની ડીશ માં મૂકો ને સેજ ઠંડા થાય એટલે ડીશ એક બાજુ નમાવો જો ચાસણી ફેલાય નહીં તો બરોબર બની ગઈ છે અથવા તો અગુઠા ને આંગળી વચ્ચે ચાસણી લઈ હાથ વડે ચેક કરી શકોછો)
ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરો
હવે ગેસ પર ધીમા તાપે ફરી શેકેલો અડદ નો લોટ વારી કડાઈ ને મૂકો તેમાં શેકેલો માવો નાખીબને ને બરોબર મિક્સ કરો
ત્યારબાદ એમાં કાજુ ના કટકા, બદામના કટકા, કીસમીસ, પીસ્તા કટકા,થોડી ખસખસ, છીણેલું નારિયેળ ને તરેલો ગુંદ નાખીમિક્સ કરો અને ગેસ બંધ કરી નાખો
છેલ્લે તેમાં અડદિયા નો ગરમ મસાલો નાખી મિક્સ કરો (બજાર જેવા વધારે મસાલા વાળા બનાવવા વધુ ગરમ મસાલો નાખી શકો છો અથવા તો ગરમમસાલો તમે વધુ ઓછો નાખી શકો છો )ત્યાર બાદ એમાં તૈયાર કરેલી એકતાર ચાસણી નાખી બધું બરોબર મિક્સ કરો ને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો
હવેજો તમને લગ્ન પ્રસંગમાં મળતા ગરમ ગરમ અડદિયા પાક ખાવો હોય તો આમજ ગરમ ગરમ પીરસો શકો છો અથવાતો
જો તમારેઅડદિયા ના કટકા કરવા હોય તો એક ઘી લગાડેલી થાળી માં અડદિયા નું મિશ્રણ નાખી ચમચા વડેબધી બાજુ બરોબર દબાવી ને ઉપર થી થોડી ખસખસ ને મિક્સ ડ્રાય ફ્રુટ છાંટી દયો ને બે ત્રણકલાક ઠંડા થવા માટે મૂકો ત્યાર બાદ ચાકુ થી તેના પીસ કરી લ્યો તો તૈયાર છે અડદિયા અથવાતો
જો અડદિયાના લાડવા બનાવવા હોય તો મિશ્રણ ને પાંચ સાત મિનિટ ઠંડુ થવા દયો ત્યાર બાદ મિશ્રણ માંથી હાથ વડે અથવા તો લાડવા ના સંચા વડે લાડવા બનાવી લ્યો ને ઉપર થી થોડી ખસખસ ને ડ્રાયફ્રુટ મૂકી દયો ને ઠંડા થવા મૂકો તો તૈયાર છે અડદિયા.