કચરિયું બનાવવા સૌ પ્રથમ તલ ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક જાડા તરીયા વાળી કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં તલ નાખી તલ ને શેકી લ્યો તલ બરોબર શેકાઈ જાય એટલે એને બીજા વાસણ માં કાઢી ઠંડા કરી લ્યો
તલ ઠંડા થઇ જાય એટલે મિક્સર જાર માં લઇ થોડા પીસી લ્યો ત્યાર બાદ ચમચા વડે હલાવી લઈ ફરી થીતલ ને પીસી લ્યો
તલ પીસાઈ જાય પછી 2-3 ચમચી તલ નુંતેલ નાખી ફરી પીસવા ને ચમચા વડે હલાવી મિક્સ કરવા ત્યાર બાદ પીસેલા તલમાં ફરી1-2 ચમચી તેલ નાખી પીસી લ્યો
હવે પીસેલા તલ ને એક વાસણ માં કાઢી લ્યો હવે એમાં શેકેલા નારિયળ નું છીણ, કાજુ ના કટકા , બદામ ના કટકા, મગતરિ ના બીજ, ખજૂરના કટકા, ગંઠોડા પાવડર, સુંઠ પાવડર ને ગોળ નાખો
બધી નાખ્યા પછી હાથ વડે બધું 8-10 મિનિટ બરોબર મિક્સ કરો
ત્યારબાદ થોડું થોડુ કરી3-4 ચમચી તલ નું તેલ નાખતા જાઓ ને મિક્સ કરતા જાઓ
બધું બરોબર મિક્સ થઇ જાય એટલે કચારિયા ને એક ડબ્બા માં ભરી લ્યો ને ઉપર થી કાજુ બદામ નાકટકા, નારિયળ નું છીણ,ખજૂર, મગતરી ના બીજ છાંટો ને ઉપર થી2-3 ચમચી તલ નું તેલ નાખો તો તૈયાર છે કચરિયું