મેંદુ વડા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ૧ કપઅડદની દાળ લેવી
અડદની દાળને બે-ત્રણવાર બરોબર પાણીથી સાફ કરી લો
સાફ કરેલી દાળમાં બેથી ત્રણ ગ્લાસ પાણી નાખીચારથી પાંચ કલાક પલળવા મૂકી દેવી
દાળ બરોબર પલળી જાય એટલે તેમાંથી વધારાનું પાણીકાઢી નાખો
હવે એક મિક્સર જારમાં થોડી થોડી દાળ લઇ દાળનેપહેલાં એમજ પીસી લેવી
ત્યાર બાદ જરૂર લાગે તો 2-3 ચમચી પાણી નાખી ને પીસવી એનાથી વધારે પાણીનવી નાખવું નહિ
પીસેલી દાળને એક અલગ વાસણમાં કાઢી લો
હવે પીસેલી દાળમાં સ્વાદ મુજબ મીઠું , મરચાના કટકા ,આદુની પેસ્ટ, ચોખા નો લોટ , નારિયેળના કટકા , લીલા ધાણા સુધારેલા, હિંગ નાખી બરાબર મિક્સ કરો
ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો
તેલ ગરમ થાય એટલે પાણી વાળા હાથ કરી થોડું થોડુંમિશ્રણ લ્યો ને વચ્ચે કાણું કરી ગરમ તેલમાં નાખતા જાઓ
તેલમાં ફુલ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી બધાજ વડા તારી લેવા