ગાજર નો હલવો બનાવવા સૌપ્રથમ બધા ગાજર ને પાણીમાં બરોબર ધોઇ ને સાફ કરો ત્યાર બાદ એને ચાકુ વડે છોલી લ્યો ત્યાર બાદ ફરી પાણી થી ધોઈ લ્યો ને કપડામાં કોરા કરી લ્યો
હવે ગાજર ને છીણી વડે છીણી લ્યો અથવા ફૂડ પ્રોસેસર માં છીણી લેવા
મોરા માવા ને પણ છીણી વડે છીણી લેવો
હવે એક જાડા તળિયાવાળી કડાઈ ને ગેસ પર ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં મોરો માવો ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો શેકેલો માવો બીજા વાસણમાં કાઢી લ્યો
હવે એજ કડાઈમાં પહેલા મગતરી ના બીજ ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લેવા ને શેકેલા બીજ એક વાસણ માં કાઢી લ્યો
હવે એજ કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરો ને એમાં કાજુ બદામ ને પિસ્તા ને પાંચ સાત મિનિટ સુંધી શેકી લઈ મગતરી ના બીજ સાથે કાઢી લ્યો બધા શેકેલા ડ્રાય ફ્રૂટ ઠંડા થાય એટલે મિક્સર જારમાં અધકચરા પીસી લ્યો
હવે એજ કડાઈમાં ત્રણ ચાર ચમચા ઘી લ્યો ને એ ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલ ગાજર નાખી ચમચા વડે હલાવતા રહો ને દસ મિનિટ શેક્યા પછી એમાં ઉકાળેલું મલાઈ વાળુ દૂધ નાખી મિક્સ કરી દસ પંદર મિનિટ શેકો
હવે એમાં ખાંડ નાખતા જઈ હલાવતા રહો ને શેકતા રહો ખાંડ ઓગળી ને બરોબર મિક્સ થઈ જાય ત્યારબાદ શેકેલો માવા માંથી પોણા ભાગનો માવો નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં એલચી પાવડરનાખી મિક્સ કરી લ્યો અને પાંચ દસ મિનિટ ચડાવો ત્યાર બાદ એમાં પીસેલા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરો ને ઉપર થી બે ત્રણ ચમચા ઘી નાખી ને મિક્સ કરો
હવે ગેસ બંધ કરી નાખો ને સર્વીંગ પ્લેટમાં મૂકી ઉપર થી થોડો શેકેલો માવો જે રાખ્યો હતોએ એના ઉપર મૂકો એના પર થોડા ડ્રાય ફ્રુટ છાંટી ને ગાર્નિશ કરી ગરમ ગરમ પીરસો ગાજરનો હલવો