સૌ પ્રથમ લીલી તુવેરના ધાણા કાઢી ને પાણી મા બરોબર ધોઇ ને કોરા કરી લ્યો અને વટાણા ના દાણા કાઢી ને પણ ધોઇ ને કોરા કરી લ્યો
હવે ચીલી કટર કે મિક્સર માં તુવેર દાણા ને વટાણા લઈ અઘ્ધકચરા પીસી લ્યો
હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ કરવા મુકો એમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો ને રાઈ ને તતડાવો ત્યાર પછી એમાં તલ નાખી મિક્સ કરો
હવે એમાં તુવેર વટાણા ની પેસ્ટ નાખી બરોબર પાંચ સાત મિનિટ સુધી શેકો તુવેર થોડી શેકાઈ એટલે એમાં સ્વાદ મુજબ મીઠુ ને ચપટી સોડા નાખી મિક્સ કરી ત્રણ ચાર મિનિટ શેકો( સોડા ઓપ્શનલ છે સોડા નાખવાથી કચોરી નો લીલો રંગ સારો રહેશે)
ત્યારબાદ એમાં આદુ મરચાની પેસ્ટ ,ખાંડ ને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકો હવે ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા ને લીંબુ નો રસ નાખી મિક્સ કરી મિશ્રણને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ થવા દયો
મિશ્રણ ઠંડુ થાય એટલે એના જે સાઇઝ ની કચોરી બનાવવી હોય એ સાઈઝ ના ગોલ ગોલા બનાવી ને તૈયારકરી લો