આદુ પાક બનાવવા માટે સૌ પ્રથમ આદુ ને પાણી થી બરોબર ધોઇ લ્યો એના પછી આદુ ને છોલી લઈ તેનીછાલ દૂર કરવી ને ફરી થી પાણી થી ધોઈ લેવા ત્યાર બાદ તેના નાના નાના ટુકડા કરી લેવા
હવે મિક્સર જારમાં પહેલા સુકી ખારેક ના ઠરિયા કાઢી તેને અધ્ધ કચરી પીસી લઈ એક વાસણમાં કાઢીલ્યો
હવે એમાં કાજુ બદામ ને પિસ્તા ને અઘ્ધ કચરા પીસી લઈ એક બીજા વાસણમાં કાઢી લ્યો
હવે જે આદુ ના ટુકડા કરેલ હતા એને પીસી ને જીણો પેસ્ટ બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં થોડું ઘી ગરમ કરો ને ઘી ગરમ થાય એટલે એમાં ગુંદ ને તરી લેવો તારેલુંગુંદર એક વાસણમાં કાઢી લેવું
હવે એજ કડાઈમાં બીજું થોડું ઘી ને ગરમ કરો ને એમાં આદુ ની પેસ્ટ નાખી ધીમે તાપે ઘી છૂટુંપડે ત્યાં સુધી શેકો આદુ બરોબર શેકાઈ જાય એટલે એને એક વાસણમાં કાઢી લેવું (આદુ શેકતી વખતે એનું બધુ પાણીબરી જાય એનું ખાસ ધ્યાન રાખવું નહિતર પાક બગડી શકે છે ને કાચા થી ગયેલા આદુ નો સ્વાદપણ સારો નહિ લાગે એટલે આદુ ને બરોબર ચડાવો)
હવે એજ કડાઈમાં બાકી રહેલ ઘી ને ગરમ કરો ને એમાં સુધારેલ ગોળ નાખી ધીમે તાપે ગોળ ઓગળવીલ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે એમાં શેકી મૂકેલ આદુ નાંખી મિક્સ કરો
હવેએમાં તારેલું ગુંદ , મગતરીના બીજ, કાજુ બદામ પિસ્તા નો ભૂકો, ગંઠોડા પાવડર નાખી બરોબર મિક્સ કરી 4-5 મિનિટ સુધી ચડવાદો
હવે ગ્રીસ કરેલ પ્લેટ માં તૈયાર કરેલ આદુ પાક નાખી ને વાટકી વડે કે ચમચા વડે એક સરખું કરીનાખો ને ઉપર થી પિસ્તા ,કાજુ ,બદામ ની કતરણ છાંટી ફ્રીઝ માં બે ત્રણ કલાક મૂકો
ત્રણ કલાક પછી એના ચાકુ થી પીસ કરી લ્યો ને ડબ્બામાં ભરી લો ને 15-20 દિવસ સુધી ખાઈ શકો છોઆદુ પાક