Go Back
+ servings
વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત - સફેદ સોસ પાસ્તા રેસીપી - white sauce pasta banavani rit gujarati ma - white sauce pasta recipe in gujarati - white sauce pasta banavani recipe

વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત | સફેદ સોસ પાસ્તા રેસીપી | white sauce pasta banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે વ્હાઇટ સોસ પાસ્તા બનાવવાની રીત - સફેદ સોસ પાસ્તા રેસિપિ શીખીશું. પાસ્તા ઈટાલીયન, રેડ સોસ , વ્હાઇટ સોસ એમ અલગ અલગ રીતે બને છેઘણા ને e પ્રશ્ન મૂજવતો હોય છે કે વ્હાઇટ સોસ પાસ્તા જે બજારમાં મળે છે એ કેમ બનતા હસે એનો વ્હાઇટ સોસ કેમ બનતો હસે? શું આપણેઆવો ક્રીમી વ્હાઇટ સોસ બનાવી ના શકીએ? તો આજ આપણે ઘરે પાસ્તાને પાસ્તાનો વ્હાઇટ સોસ બનાવવાની રીત શીખીએ, white sauce pasta banavani rit recipe in gujarati.
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • કડાઈ
  • ચારણી

Ingredients

પાસ્તા બાફવા માટેની સામગ્રી

  • પાસ્તા 2 કપ
  • પાણી 5-6 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ ½ ચમચી

પાસ્તા ના વેજીટેબલ વઘાર માટેની સામગ્રી:

  • તેલ 2 ચમચી
  • લસણ ની પેસ્ટ 1 ચમચી
  • ડુંગરી 1 નાની સુધારેલ
  • ગાજર ના ½ ઝીણા કટકા
  • કેપ્સીકમ ½ જીણું સમારેલા
  • મકાઈ ના દાણા ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાવડર ½ ચમચી

વ્હાઇટ સોસ બનાવવા માટે જરૂરી સામગ્રી | white sauce banava jaruri samgri

  • માખણ 3-4 ચમચી
  • મેંદો 3-4 ચમચી
  • દૂધ 2 કપ
  • મીઠું બે ચપટી
  • મરી પાવડર ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • મિક્સ હર્બસ ½ ચમચી
  • ચીઝ 5-6 ચમચી

Instructions

વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત - સફેદ સોસ પાસ્તા રેસીપી - white sauce pasta banavani rit gujarati ma - white sauce pasta recipe in gujarati - white sauce pasta banavani recipe

  • ગેસ પર એક કડાઈમાં પાંચ છ કપ પાણી ગરમ કરવા મૂકો તેમાં બે ત્રણ ચમચી તેલ નાખી ને પાણી નેઉકાળો
  • પાણી ઉકળે એટલે એમાં પાસ્તા નાખી ચમચા વડે બરાબર મિક્સ કરો ને 70-80% ચડાવી લ્યો પાસ્તા ચડી જાય એટલે ચારણીમાં કાઢી લઈ બધું એક ગ્લાસ પાણી નાખી ધોઇ લ્યો ને એક બે ચમચી તેલ નાખીમિક્સ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી લસણની પેસ્ટનાખી શેકો હવે તેમાં સુધારેલી ડુંગળી નાખી ને એક મિનિટ શેકો પછી એમાં ગાજર , કેપ્સીકમ ને મકાઈ ના દાણાનાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ સુધી શેકો
  • હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ને મરી નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર બીજી એક કડાઈમાં માખણ ગરમ કરો માખણ ઓગળે એટલે મેંદો નાંખી મિક્સ કરી ને હલાવતારહો ને ગોલ્ડન શેકો મેંદો બરાબર શેકાઈ જાય એટલે તેમાં થોડું થોડું દૂધ નાખતા જઈ હલાવતારહી મિક્સ કરો ને એ વાત નું ધ્યાન રાખવું કે એમાં ગાંઠા ન પડે એમ હલાવતા રહી બધું દૂધનાખી ઘટ્ટ થવા દયો
  • મિશ્રણ બરોબર ચડી જાય એટલે તેમાં બે ચપટી મીઠું, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ ને મરી પાવડર નાખી મિક્સ કરો
  • હવે એમાં પહેલા થી શેકી રાખેલ વેજીટેબલ નાખી મિક્સ કરો ત્યાર બાદ બાફી રાખેલ પાસ્તા નાખીહલકા હાથે મિક્સ કરો જેથી પાસ્તા તૂટે નહિ
  • પાસ્તા સોસમાં બરોબર મિક્સ થાય એટલે એમાં પ્રોસેસ ચીઝ નાખી મિક્સ કરી ચીઝ ને ઓગડવી લ્યો હવેગેસ બંધ કરો ને સર્વિંગ પ્લેટમાં કાઢી લ્યો
  • તો તૈયારછે ચીઝ પાસ્તા જેને ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ ને ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કરો

Notes

  • શાક તમને ગમતા નાખી શકો
  • સોસ ના ઘણો ઘટ્ટ કે ના ઘણો પાતળો રાખવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો