આથો આવી જાય એટલે મિશ્રણને બરોબર મિક્સ કરો અને સ્વાદ મુજબ મીઠું, તલ, આદુ મરચાની પેસ્ટ, તેલ ને ખાંડ નાખી બરોબર મિક્સ કરો
હવે ગેસ પર ઢોકરીયા માં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી અને કાંઠો મૂકો પાણી ઉકાળો પાણી ઊકળે ત્યાં સુધી થાળીમાં તેલ લગાવી દયો તેલ લગાવેલ થાળીને કાંઠા પર મૂકો
હવે ઢોકળા ના મિશ્રણ માંથી થોડું મિશ્રણ લઈ તેમાં અડધી ચમચી ઇનો નાખી એક ચમચી પાણી નાખીબરોબર મિક્સ કરો તૈયાર મિશ્રણ ને ઢોકરિયાં માં મૂકેલ થાળીમાં નાખી ઉપર થી મરી પાવડરને લાલ મરચા નો પાવડર છાંટો ને ઢાંકણ ઢાંકી દસ મિનિટ સુધી ચડવા દો
ઈદડા બરોબર ચડી જાય એટલે થાળી બારે કાઢી લ્યો મે બીજી તેલ લગાવેલ થાળી ઢોકરીયાં માં મૂકોને બીજું ઇનો નાખી તૈયાર કરેલ મિશ્રણ નાખી ઉપર મરી પાઉડર અને લાલ મરચા નો પાવડર છાંટીને ઢાંકી ને ચડાવો
બધા ઢોકળા તૈયાર થઈ જાય એટલે એમાં ચાકુ થી કટકા કરી લ્યો
હવે ગેસ પર એક વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ હિંગ ને તલ નાખો ત્યાર પછી એમાં મીઠા લીમડાના પાન ને લીલા મરચા નાખી હલાવો ને ઉપર થી લીલા ધાણા સુધારેલ નાખોને તૈયાર વઘાર ને ઢોકળા/ ઈદડા પર રેડો
તો તૈયાર છે ઈદડા જેને લીલી ચટણી અને લાલ ચટણી સાથે સર્વ કરો