લીંબુ નું ખાટું મીઠું અથાણું બનાવવા સૌ પ્રથમ પાતળી છાલ વાળા લીંબુ લેવા જેને પાણી થી બરોબર ધોઇ લેવા ત્યાર બાદ કોરા કપડા થી લૂછીને કોરા કરી લેવા
હવે બધા લીંબુમાં જ્યાં દાડી લાગેલ હોત તે ભાગ પર ચાકુ વડે અડધા સુંધી બે કાપા પાડી લોકાપા પાડતી વખતે જે રસ નીકળે તેને એમાંજ રહેવા દયો
હવે ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે વરિયાળી, લવિંગ, મરી, અજમો ને જીરું ને ચારપાંચ મિનિટ સુધી શેકો બરોબર શેકાઈ જાય એટલે શેકેલા મસાલા બીજા વાસણમાં કાઢી ઠંડા થવાદયો
બધા મસાલા ઠંડા થાય એટલે દર્દરા મિક્સરમાં પીસી લ્યો
પીસેલા મસાલા એક વાસણમાં લ્યો એમાં સંચળ, શિંધાલું મીઠું ને મીઠું નાખો ત્યાર બાદ એમાં હળદર, લાલમરચાનો પાઉડર, સુંઠ પાવડર ને હિંગ નાખો ને બરોબર મિક્સ કરો
હવેએમાં દર દરી પીસેલી ખાંડ નાખી ને મિક્સ કરો
હવે લીંબુમાં જ્યાં કાપા પાડ્યા હતા ત્યાં આ તૈયાર મસાલો હાથ વડે અથવા તો ચમચી વડે ચારેકાપામાં બરોબર ભરો
બધાજ લીંબુ માં બરોબર મસાલો ભરાઈ જાય એટલે ભરેલા લીંબુને કાંચ ની જાર( બરણી) માં મૂકો
રોજ દિવસના એકાદ વખત કાચ ની જાર ને હલવો જેથી કરી બધા લીંબુ બરોબર ગરી શકે
જો તમારા ઘર માં તડકો આવતો હોય તો જાર ને થોડા દિવસ તડકે મૂકશો તો આથેલાં લીંબુ જપટે ખાવા માટેતૈયાર થશે
નહિતર આથેલા લીંબુ ને તૈયાર થતાં20-25 દિવસ લાગશે ત્યાર બાદ તમે આ તૈયાર આથેલ લીંબુ વરસો સુંધી ખાઈ શકોછો જેમ જેમ દિવસો જસે એમ લીબુમાં બધા મસાલા મિક્સ થતાં જસે તેમ લીંબુ નો સ્વાદ વધુસારો લાગશે