હવે એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણના કટકા /(લીલું લસણ સુધારેલ)નાખી ને અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં ડુંગરી/(લીલી ડુંગળી) ને લીલા મરચા સુધારેલ નાખી એક બે મિનિટ શેકો
હવે એમાં કેપ્સીકમ નાખી મિક્સ કરો ને એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર નાખી મિક્સ કરો ત્યારબાદ એમાં ટમેટો કેચઅપ, રેડ ચીલી સોસ, સોયાસોસ નાખી મિક્સ કરો નેપા કપ પાણી નાખી મિક્સ કરો
હવે એક વાટકામાં એક ચમચી કોર્ન ફ્લોર લઈ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી તૈયાર કોર્નફ્લોર પાણી ને મંચુરિયન વઘારમાં થોડું થોડું નાખતા જઈ બરોબર હલવો બધું પાણી નાખી બરોબર હલાવી લ્યો
હવે એમાં તરેલાં મંચુરિયન બોલ નાખી ત્રણ ચાર ચમચી હલાવતા રહી મિક્સ કરો (જો ગ્રેવી વડા મંચુરિયન કરવા હોય તો એક થી દોઢ કપ પાણી લેવું)
તૈયાર મંચુરિયન પર ઉપર થી લીલી ડુંગરી ના પાન નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો