રાજગરા નો શીરો બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક તપેલી માં બે કપ પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે તેમાંખાંડ નાખી મિક્સ કરો ને ખાંડ ને પાણી સાથે ઓગળી લ્યો
ખાંડ બરોબર ઓગળી જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લ્યો
હવે બીજી કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ, બદામ ને પિસ્તા ને શેકી લ્યોને એક વાટકામાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો ડ્રાય ફ્રુટ ઠંડા થાય એટલે એની કતરણ તૈયારકરી લેવી
હવે એજ કડાઈમાં બાકીનું બીજું ઘી નાંખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ચારણી વડે ચારી નેરાજગરાનો લોટ નાખો ને મિડીયમ તાપે ચમચા વડે લોટ ને ઘી ને મિક્સ કરી હલાવતા રહો
રાજગરા નો લોટ શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહો લોટ બરોબર શેકાઈ જાય એટલે તેમાંજે ખાંડ વાળુ પાણી તૈયાર કરેલ તેને ગરણી વડે ગાળી ને થોડું થોડું કરી નાખતા જઈ હલાવતારહો ( ખાંડ નું પાણી નાખતા સમયે એ ધ્યાન રાખવું કે લોટ માં ગાંઠા ના પડે)
બધું પાણી નાખી દીધા બાદ બરોબર હલાવી લ્યો ને ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ચડાવો ત્યાર બાદ ચમચાવડે મિક્સ કરી એલચી પાવડર ને મિક્સ ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરો
ગેસ બંધ કરી સીર્વિંગ પ્લેટ માં તૈયાર શીરો મૂકો ને ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ છાંટી ને ગરમ ગરમ સર્વ કરો રાજગરાનો શીરો