સીંગની ચીકી બનાવવા સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈ લ્યો એને ગેસ પર મૂકી એમાં કાચા સીંગદાણા નાખી મીડીયમ ધીમા તાપે હલાવતા રહો ને શેકો
સીંગ પર થી ફોતરા નીકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી શેકવી ત્યાર બાદ એક થાળી કે વાસણમાંકાઢી થોડી ઠંડી થવા દેવી
શેકેલી સીંગ થોડી ઠંડી થાય એટલે બને હાથ વડે બરોબર મસળી ને ઉપર ના ફોતરા ઉતારી ને સિંગ નાહાથ વડે કે વતકથી દબાવીને ફાડા કરી લેવા
સીંગને ફોતરા થી અલગ કરવા ચારણી કે જારમાં નાખી હલાવો જેથી એના ફોતરા અલગ થઈ જશે
હવે ગેસ પર એજ કડાઈ ગરમ મુકો એમાં સુધારેલો ગોળ નાખો ને બે ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરો
ગોળને કડાઈમાં હલાવતા રહેવું નહિતર જો ગોળ કડાઈના તરિયામાં ચોંટી જસે તો ચિક્કીનો સ્વાદકડવો લાગશે એટલે હલાવતા રહેવું
ગોળ ઓગળી જાય ને એનો રંગ થોડો ઘટ્ટ થાય ને ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખવો જેથી ગોળનો પાક બરે નહિ
હવે એક વાટકામાં પાણી લ્યો એમાં ઓગળેલા ગોળનું મિશ્રણ નાખો ને ચેક કરો જો ગોળ તરત તૂટીજાય તો પાક તૈયાર છે નહિતર બીજી બે ત્રણ મિનિટ ચડાવો ને બે ત્રણ મિનિટ પછી પાછો ચેકકરવો
જો પાક બરોબર બની ગયો હોય ને તૂટી જતો હોય તો એમાં એક બે ચપટી બેકિંગ સોડા નાખી મિક્સ કરોને ગેસ બંધ કરી એમાં શેકેલા સીંગદાણા નાખી મિક્સ કરો
થાળીકે પ્લેટફોર્મ ને ઘી કે તેલ થી ગ્રીસ કરી લેવું જેથી ચીક્કી ચોંટે નહિ
સીંગદાણાને ગોળ બરોબર મિક્સ થાય એટલે ગ્રીસ કરેલ થાળી કે પ્લેટફોર્મ પર મૂકી એક બે મિનિટ પછીહાથ પર ઘી લગાવી ને હલકા હાથે પક્તી કરો/ફેલાવી/પાથરો ને પાતળી કરો
તમે વેલણ થી વાણીને પણ પાતળી કરી શકો છો
જ્યારે ચીકી થોડી ગરમ હોય ત્યારેજ તમે એને ચાકુ વડે કટકા કે કોઈ કુકી કટર થી આકાર આપી શકોછો
ચાકુ થી કટકા કરી લીધા બાદ એને10-15 મિનિટ ઠંડી થવા દયો ચીકી ઠંડી થાય એટલે એના કટકા કરી લ્યો ને એકએર ટાઈટ ડબ્બામાં ભરી લો ને 10-15 દિવસ ખાઈ શકો છો