લીલા ચણાનું શાક બનાવવા સૌપ્રથમ ચણા ને ફોલી પાણી થી ધોઈ સાફ કરી લ્યો
એક બટાકા ને બાફી લેવું
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં મરી, તજ ને તમાલપત્ર નાખવા
ત્યારબાદ એમાં રાઈ જીરું નાખી તતડાવો ને હિંગ નાખો હવે એમાં સુધારેલ ડુંગરી ને આદુ લસણ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી શેકો ડુંગરી બરોબર શેકી લ્યો
ડુંગરીચડી જાય એટલે તેમાં હળદર, લાલ મરચાનો પાઉડર ને ધાણા જીરું નો પાવડર ને કસુરી મેથી નાખી મિક્સ કરી લ્યો
ત્યારબાદ તેમાં સુધારેલ ટમેટા /ટમેટા ની પેસ્ટ નાખી મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી ટમેટા ચડી જાય ને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવો
હવે તેમાં મેસ કરેલ બાફેલું બટકું નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં ચણા નાખી મિક્સ કરો નેસ્વાદ મુજબ મીઠું નાખો
હવે એમાં એક કપ જેટલું પાણી નાખી ને હલાવી લ્યો ને ઢાંકણ ઢાંકી પાંચ સાત મિનિટ સુધી ચડવાદો
છેલ્લે એમાં ગરમ મસાલો ને લીલા ધાણા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો