મગદાળનો હલવો બનાવવા માટે સૌ પ્રથમ મગદાળ ને સાફ કરી બે ત્રણ વાર પાણી થી ધોઈ લ્યો ત્યારબાદ બે ગ્લાસ પાણી નાખી છ સાત કલાક પલળવા મૂકો
દાળ પલળી જાય એટલે એનું પાણી નિતારી લ્યો ને દર ને મિક્સર જારમાં લઈ પીસી ને પેસ્ટ બનાવીલેવી
દૂધને ગરમ કરી ઠંડુ થવા મૂકવું
એક વાટકીમાં થોડું ગરમ દૂધ લઈ તેમાં કેસરના તાંતણા નાખી કેસર ને ઓગળવા મુકોન
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ, બદામ, પીસ્તા ની કતરણ ને કીસમીસ નાખી ધીમા તાપે શેકી લેવા શેકેલા ડ્રાય ફ્રૂટ નેએક વાટકામાં કાઢી લેવા
હવે એમાં બે ત્રણ ચમચી ઘી નાખો ને માવો નાખી માવા નો રંગ ગોલ્ડન થાય ત્યાં સુધી ધીમા તાપેશેકી લેવા
હવે એજ કડાઈમાં બાકી નું ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરો ને ત્યાર બાદ એમાં મગદાળની જે પેસ્ટ બનાવી રાખી તે નાખો ને ઘી ને દાળ ને બરોબર મિક્સ કરો
ઘી ને દાળ બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ ગેસ ફરી ચાલુ કરી મિડીયમ તાપે હલાવતા રહો ને દાળને શેકતા રહો જેથી બધી દાળ બરોબર શેકાઈ જાય ને કડાઈમાં ચોંટે નહિ કે દાળ ના ગાંઠા નપડે
દાળ માંથી ઘી છૂટું પડે ને દાળ નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી ત્યાર બાદ ગેસબંધ કરી એમાં હલાવતા જઈ થોડું થોડું દૂધ નાખતા જાઓ ને કેસર વાળુ દૂધ પણ નાખી દેવું
ત્યાર બાદ ફરી ગેસ મિડીયમ તાપે ચાલુકરી હલાવતા રહો જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું ત્યાર બાદ એમાંખાંડ નાખવી ને ફરી ખાંડ ઓગળી ને મિક્સ થાય ને ઘી હલવા માંથી છૂટું પડે ને હલવો કડાઈમુકવા લાગે ત્યાં સુધી હલવો
હવે એમાં શેકેલો માવો નાખી પાંચ સાત મિનિટ મિકસ કરી હલાવતા રહો છેલ્લે તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ નાખો ને ગેસ બંધ કરો
ગરમ ગરમ મગદાળ નો હલવો ઉપર થી શેકેલા ડ્રાય ફ્રુટ છાંટી સર્વ કરો