વેજ કટલેસ બનાવવા સૌ પ્રથમ બટાકા ને બાફી લેવા અને વટાણા મકાઈ પણ બાફી લેવી
હવે એક મોટા વાસણમાં બાફેલા બટાકા લ્યો એમાં છીણેલું ગાજર ,બાફેલી મકાઈના દાણા, બાફેલા વટાણા, કેપ્સીકમ (લીલું કેપ્સીકમ અથવા લાલ લીલું ને પીળું કેપ્સીકમલઈ શકો છો)
ઝીણા સુધારેલા લીલા મરચા( જો બાળકો માટે બનાવતા હો તો ના નાખવા અથવા એક જ નાખવું) ડુંગરી કાજુના કટકા, ગરમ મસાલો, પા ચમચી હળદર, શેકેલાજીરું નો પાવડર, સ્વાદ મુજબ મીઠું, લીંબુનોરસ, બ્રેડ ક્રમ લીલા ધાણા નાખો
બધીજ સામગ્રી નાખ્યા બાદ હાથ વડે બધું જ બરાબર મિક્સ કરો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એની ગોળ કે કુકી કટર થી આકાર આપી કટલેસ તૈયાર કરી લેવી
એક વાટકા માં બે ત્રણ ચમચી મેંદા નો લોટ લ્યો તેમાં પાંચ સાત ચમચી પાણી નાખી મેંદા નું મિશ્રણ બનાવી લ્યો ને બીજા વાસણમાં બ્રેડ ક્રમ લઈ લ્યો
તૈયાર કટલેસ ને પહેલા મેંદા ના મિશ્રણમાં નાખો ત્યાર બાદ બ્રેડ ક્રમ માં મૂકી બધી બાજુ બ્રેડક્રમ નું કોટીંગ કરી લો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ તાપે કરી નાખો ને હવે એકએક કરી જેટલી કટલેસ કડાઈમાં સમય એટલી નાખી કટલેસ ને તરો
કટલેસ એક બાજુ થોડી તરાઇ જાય એટલે હળવે હાથે જારા ની મદદથી ઉથલાવી લેવી ને બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવી બને બાજુ ગોલ્ડન તરાઈ જાય એટલે જારા વડે કાઢી લઈ પેપર નેપકીન પર કાઢી લ્યો
તૈયાર વેજ કટલેસ ને લીલી ચટણી ને આંબલી ની ચટણી સાથે સર્વ કરો