Go Back
+ servings
બટાકા પૌવા બનાવવાની રીત - batata poha recipe in gujarati - pava batata banavani rit -pava bataka ni recipe - બટાકા પૌઆ બનાવવાની રીત - bataka pauva banavani rit - પૌઆ બટાકા બનાવવાની રીત

batata poha recipe in gujarati | બટાકા પૌવા બનાવવાની રીત | bataka pauva banavani rit

આજે આપણે બટાકા પૌવા બનાવવાની રીત  - પૌઆ બટાકા બનાવવાની રીત શીખીશું. આજ કાલ બધાને લાઈટ ડાયટ ચાર્ટફોલો કરતા હોય છે ત્યારે હલકો ફૂકલો નાસ્તામાં કયો કે જમવામાં ચાલે એવી વાનગી છે પૌવા જે બનાવવા ખૂબ સરળ અને ઝડપી ને સ્વાદિષ્ટ હોય છે જેને તમે દહીં સાથે કે ચા સાથે ગરમગરમ ખાઈ શકો છો તેમજ કોઈ અચાનક આવેલ મહેમાન ને પણ નાસ્તામાં પીરસો તો સારા લાગે તો ચાલો બટાકા પૌઆ બનાવવાની રીત batata poha recipe in gujarati , pava batata banavani rit ,  pava bataka ni recipe ,bataka pauva banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઇ

Ingredients

બટાકા પૌવા બનાવવા જરૂરી સામગ્રી | batata pauva banava jaruri samgri

  • 2 કપ જાડા પૌવા
  • 2 મિડીયમ બાફેલા બટાકા
  • 2 નાની ડુંગરી સુધારેલી (ડુંગરી ના ખાતા હો તો ના નાખવી)
  • 2-3 સુધારેલ લીલા મરચા
  • 7-8 મીઠો લીમડા ના પાન
  • ¼ કપ સીંગદાણા
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી હળદર
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચા મોટા તેલ

Instructions

batata poha recipe in gujarati - બટાકા પૌવા બનાવવાની રીત - bataka pauva banavani rit

  • બટાકા પૌવા બનાવવા પૌવા ને ચારણી થી ચારી બરોબર સાફ કરવા જેથી એમાં રહેલ કચરો નીકળી જાય ત્યારબાદ બે ત્રણ પાણી થી બને હાથ વડે ઘસીને ધોઇ લેવા ને ત્યાર બાદ બધી પાણી નિતારી લેવું
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો ને સાથે સીંગદાણા નાખવા
  • ત્યારબાદ એમાં મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરો ને એમાં સુધારેલ ડુંગરી નાખી મિક્સ કરોને ડુંગરી નરમ થાય ત્યાં સુધી3-4 મિનિટ ચડાવો
  • ડુંગરી બરોબર ચડી જાય એટલે એમાં સુધારેલ લીલા મરચા ને બટાકા નાખી મિક્સ કરો ને પા ચમચી હળદરને સ્વાદ મુજબ મીઠું નાખો
  • હવે એમાં ધોઈને નીતારેલ પૌવા નાખો ને પૌવના ભાગનું મીઠું ને લીંબુનો રસ નાખી બરોબર મિક્સકરો
  • પૌવા બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી 3-4 મિનિટ ધીમા તાપે ચડાવો
  • ત્યારબાદ ગેસ બંધ કરી બધું બરોબર મિક્સ કરવું ને ઢાંકી ને બે ત્રણ મિનિટ સુધી રહેવા દયો
  • તો તૈયાર છે બટાકા પૌવા જેને ચા , દહીં કે સલાડ સાથે પીરસો

pava batata banavani rit notes

  • પૌવા પલળી ને નિતારી નાખ્યા બાદ એમાં પૌવા નાં ભાગનું મીઠું નાખી હાથ વડે મિક્સ કરવાથી મીઠું બધે બરોબર મિક્સ થશે
  • ડુંગરી  ઓપ્શનલ છે
  • સાથે તમે વટાણા ગાજર ને કેપ્સીકમ પણ જીણા સુધારી નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો