Go Back
+ servings
ગુજરાતી દાળ બનાવવાની રેસીપી - ગુજરાતી દાળ ની રેસીપી - ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત - gujarati dal recipe in gujarati language - gujarati dal banavani recipe - gujarati ma dal banavani rit -gujarati khatti meethi dal banavani rit

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત | gujarati dal recipe in gujarati | ગુજરાતી દાળ ની રેસીપી | gujarati dal banavani recipe

 આજે આપણે ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત શીખીશું. આમ તો દાળ દરે કઘરમાં બનતી હોય છે પરંતુ ગુજરાત માં જે દાળ બનાવવામાં આવે છે તે ખુબજ ટેસ્ટી ખાટી મીઠી બનતી હોય છે જે ભાત/રાઈસ કે રોટલી કે પછી લાપસી સાથે પીરસાતી હોય છે જેને બનાવવી ખૂબ સરળ છે તો ચલો જોઈએ ગુજરાતી દાળ ની રેસીપી, ગુજરાતી દાળ બનાવવાની રેસીપી, gujarati dal recipe in gujarati language, gujarati dal banavani recipe,gujarati ma dal banavani rit, gujarati khatti meethi dal banavani rit
5 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Resting time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કૂકર

Ingredients

ગુજરાતી દાળ બનાવવા જરૂરી સામગ્રી | gujarati dal banava jaruri samgri

  • ½ કપ તુવેરદાળ
  • ¼ ચમચી હળદર
  • 2 કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

દાળના વઘાર માટે જરૂરી સામગ્રી | dal na vaghar mate jaruri samgri

  • 2 નાના  ટમેટા સુધારેલા
  • 1-2 સુધારેલ લીલા મરચા
  • 2 ચમચી ગોળ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 3-4 ચમચી સીંગ દાણા
  • ½ ચમચી છીણેલું આદુ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 7-8 મીઠા લીમડા ના પાન
  • 1-2 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી લીંબુનો રસ
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2 કપ ગરમ પાણી બે કપ

Instructions

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત - gujarati khatti meethi dal banavani rit - gujarati dal recipe

  • ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની સૌ પ્રથમ એક વાસણમાં તુવેર દાળ લ્યો એને પાણી થી બે ત્રણ વારસાફ કરી લ્યો એમાં બે ગ્લાસ પાણી નાખી ત્રીસ મિનિટ પલળવા દયો
  • હવે તુવેર દાળ બરોબર પલળી જાય એટલે ગેસ પર એક કૂકરમાં બે કપ પાણી ગરમ મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું નાખો ને પલાળેલી તુવેરદાળ નાખી ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે ત્રણ ચાર સીટી કરો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

દાળનો વઘાર કરવાની રીત - gujarati dal no vaghar karvani rit

  • કૂકરની બધી હવા નીકળી જાય એટલે કૂકરનું ઢાંકણ ખોલી ને દાળ ને જરણી વડે બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગેસ ચાલુ કરી એના પર દાળ નું કુકર ચડાવો ને એમાં પા ચમચી હળદર, સિંગદાણા, લીલા મરચાં સુધારેલ, ટમેટા સુધારેલ ,છીણલું આદુ ને ગોળ નાખી મિક્સ કરો(ગોળ તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછો નાખી શકો છો)
  • દાળમાં બે કપ ગરમ કરેલ પાણી નાખો ને જરૂર મુજબ મીઠું નાખી ધીમે તાપે દસ મિનિટ સુધી ઉકળવા દયો દાળ ઉકળી લ્યો બરોબર
  • હવે વઘારિયમાં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી વઘારમાં લાલ મરચાનો પાઉડર નાખો ને તૈયાર વઘાર ઉકળતી દાળમાં નાખી મિક્સ કરો ને દાળ ને ત્રણ ચાર મિનિટ સુધી ઉકાળો
  • હવે છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમગરમ ભાત રોટલી કે લાપસી સાથે સર્વ કરો

gujarati dal recipe in gujarati notes

  • દાળ ને પલળી ને પછી બાફવા થી તે  જડપથી બફાઈ ને ગરી જસે
  • મીઠાસ વધુ ઓછી કરી શકો
  • દાળ સેજ પાતળી જ રાખવી
  • દાળ ને બરોબર ઉકાળવી તોજ તેનો સ્વાદ સારો આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો