Go Back
+ servings
vati dal na khaman recipe in gujarati - vati dal khaman recipe in gujarati - vati dal na khaman banavani rit - વાટી દાળના ખમણ બનાવવાની રીત

વાટી દાળના ખમણ બનાવવાની રીત | vati dal na khaman recipe in gujarati | vati dal na khaman banavani rit -

આજે આપણે વાટી દાળના ખમણ બનાવવાની રીત શીખીશું. ખમણ ને ઢોકળા પણ કહેવાય છે આ ખમણ અલગ અલગ પ્રકારની દાળ ચોખા ને પીસીને કે પલાળીને બનતા હોય છે ચોખા અડદની દાળના,ચણા ચોખાના , ચણા અડદ ચોખાના વગેરે જેમાં અમુકને આથો આપી બનાવાય તો અમુક ઇન્સ્ટન્ટ બનાવતા હોય છે આજ આપણે દાળ ને પલાળી વાટી દાળના ખમણ બનાવવાની રીત , vatidal na khaman recipe in gujarati , vati dal khaman recipe in gujarati,vati dal na khaman banavani rit
4.75 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 6 hours
Total Time: 6 hours 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરિયું

Ingredients

વાટી દાળના ખમણ બનાવવા જરૂરી સામગ્રી | vati dal na khaman banava jaruri samgri

  • ½ કપ છડીયાદાળ
  • ½ કપ ચણાદાળ
  • 2-3 ચમચી બેસન
  • 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી ખાંડ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ઇનો
  • ¼ ચમચી બેંકિંગ સોડા
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • પાણી જરૂર મુજબ

Instructions

વાટી દાળના ખમણ બનાવવાની રીત - vati dal na khaman recipe in gujarati - vati dal na khaman banavani rit -

  • વાટી દાળના ખમણ બનાવવા માટે સૌ પ્રથમ દાળ ને બરોબર સાફ કરી લ્યો ને દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી છ સાત કલાક પલાળી મુકો(ઓછામાં ઓછાં પાંચ કલાક પલળવા દેવી)
  • મિક્સર જારમાં મરચા ને આદુ ને પીસી ને પેસ્ટ બનાવી લેવો
  • દાળ બરોબર પલળી જાય એટલે પાણી નિતારી નાખો ને મિક્સર જારમાં લઈ ને પીસી લ્યો ( દાળ પિસવામાં જો પાણી ની જરૂર લાગે તો ત્રણ ચાર ચમચી પાણી નાખવું)
  • એક વઘારીયામાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખો ને ત્યાર બાદ એમાં આદુ મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરો અને મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો
  • પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું ,લીંબુનો રસ,ખાંડ, હળદર, બેસન ને તૈયાર કરેલ વઘાર નાખી મિક્સ કરો
  • એક થાળીને તેલ થી ગ્રીસ કરી લેવી(જો ખમણ પાતળા કરવા હોય તો બે થાળી ગ્રીસ કરવી ને એક પછી એક બે થાળી મૂકવી)
  • ગેસ પર ઢોકરિયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી એના પર ગ્રીસ કરેલ થાળી મૂકોને ઢાંકણ ઢાંકી ને ગરમ કરો
  • હવે જે દાળ નું મિશ્રણ છે એમાં પા કપ  પાણી નાખી થોડું પાતળું કરવું ત્યારબાદ હાથ વડે ચાર પાંચ મિનિટહલાવી લેવું ( હાથ થી હલવા થી મિશ્રણમાંહવા ભરાસે)
  • હવે આ મિશ્રણમાં ઇનો ને બેકિંગ સોડા નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ને તૈયાર મિશ્રણ ને ઢોકરિયુ ખોલી એમાં મુકેલી થાળી માં નાખવું (જો ખમણ પાતળા કરવા હોય તો અડધું મિશ્રણ થાળીમાં નાખવું ને બાકી રહેલ મિશ્રણ બીજી વાર બીજી થાળીમાં નાખવું) ત્યાર બાદ ઢાંકણ ઢાંકી દેવું( ઢાકણ પર એક કપડું બાંધી રાખવું જેથી ઢાંકણ પર વરાળ નું પાણી બને નહિને પાણી ખમણ માં ના પડે )
  • દસ મિનિટ પછી ચાકુ કે ટૂથ પિક વડે ચેક કરવા જો ચાકુ કોરો આવે તો ખમણ તૈયાર છે નહિતર બીજી પાંચ મિનિટ ઢાંકી ને ચડવો
  • તૈયાર ખમણ ને પાંચ મિનિટ ઠંડા થવા દયો ત્યાર બાદ ચાકુ વડે કટકા કરી લ્યો ને તૈયાર કટકા નેચટણી સાથે સર્વ કરો

vati dal na khaman recipe notes

  • મિશ્રણમાં બેસન નાખવા થી બાઇડિંગ આવશે
  • આ ખમણ પર તમે વઘાર ના કરો તો પણ ટેસ્ટી લાગશે ને જો તમને કંદોઈ જેમ વઘાર નાખવો હોય તો પણ નાખી સકો છો

Notes

 
 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો