Go Back
+ servings
મેથીના થેપલા બનાવવાની રીત - methi thepla recipe in gujarati - મેથીના પરાઠા બનાવવાની રીત - મેથીના થેપલા બનાવવાની રેસીપી - methi na thepla recipe in gujarati language - methi na thepla banavani rit gujarati ma

મેથીના થેપલા બનાવવાની રીત | methi na thepla recipe in gujarati | methi na thepla banavani rit

આજે આપણે મેથીના ના પરોઠા બનાવવાની રીત શીખીશું. મેથી ને સ્વાથ્ય વર્ધક ગણવામાંઆવે છે મેથીના પરાઠા બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે આજ આપણે બિલકુલ સરળ પરંતુ ખાવામાં ખૂબજ ટેસ્ટી મેથીના થેપલા બનાવવાની રીત રેસીપી બતાવો, methi thepla recipe in gujarati ,methi na thepla recipe in gujarati language,methi na thepla banavani rit gujarati ma, શીખીએ
4.34 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

મેથીના થેપલા બનાવવા જરૂરી સામગ્રી | methi na thepla banava jaruri samgri

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2 કપ લીલી મેથી સુધારેલ
  • ½ ચમચી આદુ ની પેસ્ટ
  • ½ ચમચી લસણ ની પેસ્ટ 
  • 1-2 ચમચી લીલા મરચા ઝીણા સુધારેલા
  • 1 ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી જીરું પાઉડર
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 1 ચમચી તલ
  • ½ ચમચી સંચળ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1-2 ચમચી દહીં
  • 2-3 ચમચી તેલ
  • ઘી જરૂર મુજબ

Instructions

મેથીના પરાઠા બનાવવાની રીત - મેથીના થેપલા બનાવવાની રેસીપી- methi thepla recipe in gujarati

  • મેથીના પરાઠા બનાવવા સૌ પ્રથમ મેથી ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ એને ચાકુ થી સુધારી લેવી ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લેવી જેથી એમાં રહેલી ધૂળ કચરો અલગ થઈ જાય ત્યારબાદ એને ચારણીમાં લઇ પાણી નિતારી લ્યો
  • હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચારી ને લ્યો ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ, આદુની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, હાથ થી મસળી ને અજમો, તલ, સંચળ, હળદર, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું ને ધોઇ મુકેલી મેથી નાખી હાથ વડે બરોબર મિક્સ કરો
  • હવે એમાં બે ચમચી તેલ, દહીં નાખી મિક્સ કરો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધીને બે ત્રણ મિનિટ મસળી લ્યો
  • બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી ફરી લોટ ને મસળી લ્યો મસડેલા લોટ ને ઢાંકી ને 20-30 મિનિટ એક બાજુ મૂકો
  • 30 મિનિટ પછી લોટ ને ફરી બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એના જે સાઇઝ ના પરોઠા કરવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો
  • હવે ગેસ પર મિડીયમ તાપે તવી ગરમ મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી લુવા ને કોરા લોટ સાથે પાટલાપર લઈ વેલણ વડે વણી લ્યો
  • વણેલા પરાઠા ને ગરમ તવી પર મૂકો એક બાજુ થોડો ચડી જાય એટલે પરાઠા ને ઉથલાવી નાખો ત્યાર બાદઘી લાગવી ફરી ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ ઘી લગાવી ફરી ઉથલાવી લ્યો બને બાજુ ઘી લગાવી ગોલ્ડન શેકી લેવો
  • આમ બધાજ પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો રાયતા, અથાણાં કે ચા સાથે મેથી ના પરાઠા

methi na thepla banavani rit notes

  • તલ ને સંચળ થી ખુબજ ટેસ્ટી લાગે છે
  • તમે ચાહો તો એક બે ચમચી બેસન પણ નાખી શકો છો એનાથી ક્રિસ્પી સારા બનશે

Notes

 
 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો