વણેલા ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક વાટકામાં ચાર પાંચ ચમચી પાણી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠુંને બેકિંગ સોડા નાખી મિક્સ કરો(સોડા ને મીઠા ને પાણીમાં બરોબર ઓગળવા જેથી તે લોટ સાથે બરોબર મિક્સ થઈ શકે )
હવે એક વાસણમાં ચણા નો લોટ/ બેસન ને ચારણી થી ચારી લ્યો એમાં અજમો, અધ્ધ કચરા કુટેલમરી, હિંગ, (ગાંઠિયામાં અજમો મરી ને હિંગનાખવા થી ગાંઠિયા ખાવાના કારણે થતી ગેસ જેવી સમસ્યા થતી નથી), હળદર , ને કસુરી મેથી ને હાથ વડે મસળી નાખો, તેલ બે ચમચી નાખી બધું બરોબર મિક્સ કરો
હવે એમાં તૈયાર કરેલ સોડા મીઠા વાળુ પાણી નાખી મિક્સ કરો ને જરૂર લાગે તો બીજું થોડું પાણીનાખી મીડીયમ કઠણ લોટ બાંધો બાંધેલા લોટ ને ચાર પાંચ મિનિટ મસળી લેવો ત્યાર બાદ એક ચમચી તેલ નાખી ફરી મસળી લેવો ને ધનકી ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો
હવે ગેસ પર મીડીયમ તાપે કડાઈમાં તેલ ગરમ મૂકો
તેલ ગરમ થાય સુંધી બાંધેલા લોટ ને ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાં બાદ લોટના બે ત્રણભાગ પાડી લ્યો હવે પાટલા પર થોડું તેલ લગાવો ને એક ભાગ લઈ બને હાથ વડે લોટ ને ગોળ ગોળ ફેલાવી પાતળી લાંબી દોરી જેમ ગાંઠિયા બનાવતા જાઓ
હવે તૈયાર ગાંઠિયા ને તેલ ગરમ થતાં એમાં નાખી ને તરો એક બાજુ તરી લીધા બાદ બીજી બાજુ તરોઆમ બને બાજુ બરોબર તરી લીધા બાદ તેને જારાં ની મદદ થી બારે કાઢી લ્યો ને એના પર થોડીહિંગ છાંટી દયો
આમ બીજા ભાગ ને પણ હાથ ની મદદથી ગોળ ગોળ ફેરવી વની લ્યો ને એને તેલ માં તરી લ્યો ને ઉપર હિંગછાંટો(ઉપર થી હિંગ છાંટવાથી ગેસ ની તકલીફ ઓછી થશે)
તૈયાર વણેલા ગાંઠિયા ને ગરમ અથવા ઠંડા થવા દયો ને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને સાંજે ગરમ ગરમ ચા સાથે કે મીઠી બુંદી કે જલેબી સાથે સર્વ કરો