સુરતી લોચો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલી ચણા દાળ ને અડદ દાળ લ્યો એને બે ત્રણ પાણીથી ધોઇ લ્યો ને ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલળવા મૂકો
એક બીજા વાટકામાં પૌવા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ને અડધો ગ્લાસ પાણી નાખી દાળ પીસવાના એકાદ કલાક પહેલા પલાળી મુકવા
દાળ બરોબર પાંચ છ કલાક પલળી જાય એટલે એનું પાણી નિતારી મિક્સર જારમાં લઇ લ્યો ને સાથે પૌવાનું પાણી નિતારી ને દાળ સાથે નાખી પીસો હવે એમાં દહીં ને પીસવા મટે જરૂર લાગે એ માટેઅડધો કપ જેટલું પાણી નાખી દાળ ને દરદરી પીસી લ્યો
પીસેલી દાળ ને એક મોટા વાસણમાં કાઢી લ્યો ને ઢાંકી ને ગરમ જગ્યા પર પાંચ છ કલાક આથો આવવા મૂકો
પાંચછ કલાક બાદ આથો આવી જાય એટલે ચમચા વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાની પેસ્ટ, હળદર ને તેલ નાખી બરોબર મિક્સ કરો
હવે આ મિશ્રણ ને વાટકી વડે માપી લ્યો (જો એક વાટકી મિશ્રણ હોય તો એમાં બીજું પોણી વાટકી પાણી નાખવું આ મુજબ નો માપરાખવો) અહી આપનું મિશ્રણ દોઢ વાટકી છે એથી આપણે બે કપ પાણી નાખીબરોબર મિક્સ કરો
હવે આ મિશ્રણ માં ઇનો નાખી બરોબર મિક્સ કરો ને એક થાળી ને તેલ થી ગ્રીસ કરો
ગેસ પર એક ઢોકરિયા માં બે ગ્લાસ પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે વચ્ચે કાંઠો મૂકો એના પરગ્રીસ કરેલ થાળી મૂકો હવે એ થાળીમાં દાળ નું અડધું મિશ્રણ નાખો ઉપર લાલ મરચાનો પાઉડરને મરી પાવડર છાંટો ને ઢોકરિયું બંધ કરી દસ મિનિટ ચડાવો
લોચોચડે છે ત્યાં સુંધી એની ચટણી ને મસાલો બનાવી લેવો