Go Back
+ servings
ઈડલી બનાવવાની રીત - idli recipe in gujarati - idli banavani rit - ઈડલી રેસીપી - ઈડલી બનાવવાની રેસીપી - ઈડલી રેસીપી - ઈડલી બનાવવાની રીત બતાવો - ઈડલી કેવી રીતે બનાવાય - ઈડલી કેમ બનાવાય

ઈડલી બનાવવાની રીત | ઈડલી બનાવવાની રેસીપી | idli banavani rit | idli recipe in gujarati

આજે આપણે લોકો દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન ઈડલી બનાવવાની રીત બતાવો - ઈડલી કેવી રીતે બનાવાય - ઈડલી કેમ બનાવાય ? માટે ઈડલી બનાવવાની રીત સાથે ઈડલી નું ખીરું બનાવવાની રીત ( idli nu khiru banavani rit - idli khiru recipe in gujarati )  શીખીશું. સાઉથ ઇન્ડિયન વાનગીઓ સ્વાદિષ્ટ તો લાગેજ સાથે સાથે હેલ્થી પણ હોય છે કેમ કે સાઉથ ઇન્ડિયન વાનગી વધારે પડતી બાફી ને કે ઓછા તેલમાં બનતી હોય છે ને એમાં દાળ ,ચોખા, શાકભાજી ને નારિયળ નો ઉપયોગ કરી બનતી હોય છે તો આજ આપણે એવી જ એક સાઉથ ઇન્ડિયન વાનગી ઈડલી બનાવવાની રેસીપી , idli banavani rit , idli recipe in gujarati  શીખીએ.
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Fermentation time: 6 hours
Total Time: 6 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 ઢોકરિયું

Ingredients

ઈડલી બનાવા જરૂરી સામગ્રી  - idli recipe ingredients - idli banava jaruri samgri

  • 3 કપ  ચોખા 3(ઉસ ના ચોખા વધુ સારા ઉસ એટલે કેજે થોડા વરાળ)
  • 1 કપ  અડદ દાળ 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

ઈડલી નું ખીરું બનાવવાની રીત | idli nu khiru banavani rit | idli khiru recipe in gujarati

  • સૌ પ્રથમ ચોખા અને અડદ દાળ ને સાફ કરી લ્યો ને અલગ અલગ વાસણમાં મૂકો ત્યાર બાદ અડદ દાળ ને એકવાર પાણીમાં ધોઈ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી મુકો
  • ચોખાને બે ત્રણ પાણી થી ધોઇ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી મુકો
  • છ કલાક બાદ ચોખાનું પાણી નિતારી નાખવું ને અડદ દાળ માં  રહેલ પાણી ને બીજા વાસણમાં કાઢી લેવું
  • હવે મિક્સ જાર માં પહેલા દાળ ને જરૂરી થોડું પાણી નાખી પીસી લેવી ત્યાર બાદ એમાં ચોખા નાખી જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો
  • હવે બને ને બરોબર દસ મિનિટ સુંધી એક બાજુ હલાવતા રહી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંસ્વાદ મુજબ મીઠુ નાખીને મિક્સ કરો ને મિશ્રણમાં  આથો આવવા ગરમ જગ્યાએ છ સાત કલાક મૂકો
  • સાતકલાક બાદ મિશ્રણમાં આથો આવી જસે( જો શિયાળો હસે ઠંડક ના કારણે દસ કલાક પણ લાગી શકે) હવેમિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી લ્યો

ઈડલી બનાવવાની રીત - ઈડલી બનાવવાની રેસીપી - idli banavani rit - idli recipe in gujarati

  • હવે ગેસ પર એક ઢોકરીયું મૂકો એમાં બે ગ્લાસ પાણી ગરમ મૂકો ઈડલી સ્ટેન્ડ ને ઘી કે તેલ થીગ્રીસ કરો
  • હવે ઈડલી સ્ટેન્ડ માં તૈયાર મિશ્રણ ચમચા વડે નાખો ને સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકો ને ઢાંકીને દસ મિનિટ મીડીયમ તાપે ચડાવો દસ મિનિટ માં ઈડલી તૈયાર થઈ જશે સ્ટેન્ડ ને બહાર કાઢો
  • (ઈડલી સ્ટેન્ડ ના હોય તો થાળી ને ગ્રીસ કરી એમાં મિશ્રણ નાંખી ઈડલી બનાવી શકોછો ઈડલી ચડી જાય તો ચાકુ થી પીસ કરો અથવા કુકી કટર થી મનગમતા આકાર ની ઈડલી તૈયાર કરો)
  • તૈયાર ઈડલી ને સ્ટેન્ડ માંથી કાઢી ગરમ ગરમ ચટણી કે સંભાર સાથે પીરસો

Notes

  • ચોખા 3 કપ ને દાળ 1 કપ નું માપ સાથે મિશ્રણ તૈયાર કરશો તો ઈડલી ખૂબ સારી બનશે
  • ઈડલી ના મિશ્રણ માં આથો આપવો ખૂબ જરૂરી છે તોજ તમારી ઈડલી સોફ્ટ બનશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો