ચુરમાના લાડુ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ ને ચારણી વડે ચારી લ્યો હવે એમાં લોટની મીઠી વડે એટલું ઘી નાખવું આશરે અડધો કપ જેટલું પિગડેલું ઘી નાખો ને હાથ વડે બરોબર મિક્સ કરો ઘી બરોબર મિક્સ થઈ જાય
ત્યારબાદ હવે એમાં થોડું થોડું કરી નવશેકું ગરમ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી પંદર વીસ મિનિટ સુધી ઢાંકી મૂકો દયો
પંદર મિનિટ પછી લોટ ને થોડો મસળી લ્યો ને એના નાના નાના પેડા બનાવી લ્યો અથવા નાના નાના મુઠીયા કે જાડી રોટલી વણી ચાકુથી મોટા કટકા કરી લ્યો
ગેસપર ઘી ગરમ મૂકો ઘી થોડું ગરમ થાય એટલે મિડીયમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મુઠીયા તળી લેવા
હવે તળેલા મુઠીયા થોડા ઠંડા થવા દયો ત્યાર હાથ વડે એના કટકા કરી મિક્સર જારમાં નાખી પીસી લ્યો પીસેલા મુઠીયા ને સેજ મોટા જારી વાળી ચારણી થી ચારી લ્યો જેથી એમાં કોઈ મોટી દાણીરહી ગઈ હોય એ નીકળી જાય ને એવી મોટી દાણી ફરી પીસી લેવાય ને એમાં જાયફળ નો પાવડર નાખી મિક્સ કરો (એલચી પાવડર પણ નાખી શકો છો)
હવે જે ઘી માં મુઠીયા તરીયા હતા એમાં જ સુધારેલો ગોળ નાખો ને માત્ર ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહી ગોળ ને ઓગળી લ્યો (ગોળ વધુ ચડાવો નહિ નહિતર એનો પાક બની જશે ને લાડવા કડક બની જશે) ઓગળેલા ગોળ નું મિશ્રણ પીસી રાખેલ મુઠીયા માં નાખો ને ચમચા વડે મિક્સ કરો( હાથ વડે ત્યારેજ મિક્સ ના કરવું કેમ કે મિશ્રણ ખૂબ ગરમ હસે તો હાથબરી શકે છે)
હવે મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે હાથવડે બરોબર મિક્સ કરો ને એના ગમતી સાઇઝ ના લાડવા વાળી લ્યો વાળેલા લાડવા ને ખસખસમાં ફેરવી લ્યો આમ બધા લાડવા તૈયાર કરી લેવા ને તૈયાર લાડવા ને ભગવાન ગણપતિ ને ભોગ ધરી શકો છો તો તૈયાર છે ચુરમા લાડુ