તીખા ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચારણી વડે ચાળી લેવો ત્યાર બાદ બને હાથથી મસળી ને અજમો, પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, સંચળ, હિંગ, લીંબુનો રસ,ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ હાથ વડે અથવા ચમચા વડે હલાવતા જઈ નરમ લોટ બાંધવો લોટ બંધાઈ જાય એટલે એમાં ત્રણ ચાર ચમચી ગરમ તેલ નાખવું ને ફરી થી લોટને મસળી લેવો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું
ગાંઠિયા બનાવવાનો સંચો લઈ એમાં ગાંઠિયા બનાવવાની જારી ને તેલલગાવી સંચા ની અંદર મૂકો ને સંચાને અંદર ની બાજુ તેલ થી બરોબર ગ્રીસ કરવો
હવે બાંધેલા લોટ માંથી જેટલો લોટ સંચામાં નાંખી શકાય એટલો નાખી સંચને ઉપર થી બંધ કરી લ્યો
ગેસ પર તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ તાપ કરી સંચા ને હલાવતા જઈ અડધા આટા સુધી સંચો ફેરવી ને ગાંઠિયા તેલ માં મૂકો બે મિનિટ હલાવ્યા વગર એક બાજુ ગાંઠિયા ને તરી લેવા ત્યાર બાદ એને જારાની મદદ થી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ તરી લેવા બને બાજુ ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લેવા
(જો ગાંઠિયા ચડી ગયા હસે તો તેલ માં પર પોટા ઓછા થઈ જશે એટલે ગાંઠિયા અંદર સુંધી ચડી ગયા )
ગાંઠિયાને તેલ માંથી કાઢી એક વાસણમાં ઠંડા થવા દયો ને ગાંઠિયા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને એને નાસ્તામાં કે શાક માં ઉપયોગમાં લઇ શકો છો તો તૈયાર છે તીખા ગાંઠિયા
ગાંઠિયાને વધુ ટેસ્ટી બનાવવા તરેલા ગાંઠિયા ચાર્ટ મસાલો છાંટી બરોબર મિક્સ કરી ખાઈ શકો છોજેના થી સ્વાદ ખૂબ ટેસ્ટી લાગશે