લસણની ચટણી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં સૂકા મરચા ના બીજ કાઢી કટકા કરી એક વાર પાણી થી ધોઈને એકાદ ગ્લાસ જેટલું પાણી નાખી એક બે કલાક સુધી પલાળી રાખો
હવે લસણ લઈ તેની કણીઓ ને ફોલી ને સાફ કરો ને પાણી થી ધોઈ ને કપડા થી કોરી કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણની કણીઓ નાખી ધીમા તાપે શેકો બે ત્રણ મિનિટ લસણ ને શેક્યા પછી એમાં આદુ નો ટુકડો નાખો
આવે એમાં આખા ધાણા, અડધી ચમચી જીરૂ નાખી ને શેકો લસણનો રંગ થોડો ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં પલાળી મૂકેલ મરચા ને પાણી નિતારી એમાં નાખો ( મરચા નું જે પાણી નિતારીછે એને ફેંકવું નહિ) બધી જ સામગ્રી ને બે ત્રણ મિનિટ શેકી લીધા બાદ ગેસ બંધ કરી લસણ મરચા ને ઠંડી થવા દયો
લસણ મરચા ઠંડા થાય એટલે એને મિક્સર જાર માં લઇ ને પીસો ને જરૂર લાગે તો જે મરચા પલાળેલા હતા એનું પાણી નાખી દર દરી પીસી લેવી
હવે ગેસ પર ફરી એજ કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવો ત્યાર બાદ હિંગ નાખો ને પીસેલી ચટણી નાખી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને શેકો
ચટણીમાં રહેલ પાણી બરી જાય ને તેલ છૂટું થાય ત્યાં સુધી શેકો જે શેકતા આઠ દસ મિનિટ લાગશે ચટણી બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો ને ઠંડી થવા દયો ત્યાર બાદ એર ટાઈટ બરણીમાં ભરી લ્યો ને ફ્રીઝ માં મૂકી મહિના સુંધી વડા પાઉં,પરાઠા પુરી કે રોટલી સાથે મજા લ્યો તો તૈયાર છે લસણની ચટણી