ચણાના લોટની સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ/ બેસન નો લોટ ને ચારણી થી ચારી લ્યો( બેસન કે ચણા નો લોટ હમેશા ચારી ને જ લેવો જેથી એમાં પાણી નાખતી વખતે એમાં ગાંઠા ન બને)
હવે એમાં હિંગ , સ્વાદ મુજબમીઠું ને મોણ માટેનું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ ને ચમચા વડે લોટ બાંધવો (પાણી ની માત્રા બેસન પર આધાર રાખે છે એટલે પાણી થોડુ થોડુ જ નાખવું કોઈ લોટ માં ઓછું પાણી નાખવું પડે તો ક્યારેક કોઈ લોટ માં થોડું વધારે પાણી નાખવું પડે)
બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ હલાવતા રહો જેથી લોટ સોફ્ટ થાય
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો
હવે સેવ બનાવવાના સંચા/ મશીન લ્યો એને તેલ થી ગ્રીસ કરી લ્યો એમાં સેવ બનાવવાની જારી ને પણ તેલ લગાવી દયો ને ઢાંકણ પર પણ તેલ લગાવી લેવું
હવે હાથ થોડા પાણી વારા કરી લોટ ને સેવ બનાવવાના મશીનમાં નાખી દયો સંચા/મશીન પૂરું ભરાઈ જેટલી ઢાંકણ ઢાંકી દયો
તેલ ગરમ થાય એટલે એમાં સંચા ને ગોળ ગોળ ફેરવી સેવ નાખો (તેલ જે પ્રમાણે હોય એ પ્રમાણે સેવ પાડવી)
સેવ એક બાજુ ગોલ્ડન થાય એટલે જારા ની મદદ થી ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લેવી આમ બને બાજુ ગોલ્ડન તરી લીધા બાદ તેલ માંથી કાઢી લેવી
આમ બીજી સંચામાં રહેલ લોટ માંથી સેવ બનાવી લ્યો બધી સેવ તરી લીધા બાદ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ચણાના લોટની સેવ