મીઠી સેવ બનાવવા માટે ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે ઘી ગરમ મૂકો એમાં કટકા કરેલ કાજુ , બદામ ને પિસ્તા ને શેકી લ્યો ડ્રાય ફ્રુટ શેકાઈ જાય એટલે વાટકામાં કાઢી લ્યો
હવે એજ કડાઈમાં સેવ નાખો ને ધીમા તાપે હલાવતા રહો ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો
સેવ શેકાઈ ત્યાં સુંધી બીજા ગેસ પર બીજી તપેલી માં દોઢ કપ પાણી ગરમ મૂકો પાણી માં એક બે એલચી નાખી પાણી ને ઉકાળો પાણી ઉકાળી જાય એટલે એ તૈયાર પાણી નો ગેસ બંધ કરો
હવે કડાઈમાં શેકેલ સેવમાં તૈયાર કરેલ ગરમ પાણી નાખો ને મિક્સ કરી સેવ ને આઠ દસ મિનિટ પાણી સાથે ચડાવો
સેવ પાણી માં બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરો ને સેવ ને ખાંડ સાથે ચડાવી લ્યો
સેવ બરોબર ચડી જાય ને પાણી બરી જાય એટલે છેલ્લે એમાં શેકેલા ડ્રાય ફ્રૂટ માંથી થોડા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી ગેસ બંધકરો ને સેવ ને થોડી વાર સેટ થવા દયો
સેવને સર્વ કરતી વખતે ઉપર થી શેકેલા ડ્રાય ફ્રૂટ થી ગાર્નિશ કરી પીરસો મીઠી સેવ