Go Back
+ servings
પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત - paneer do pyaza recipe in gujarati - Paneer do pyaza banavani rit

પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત | Paneer do pyaza recipe in Gujarati | Paneer do pyaza banavani rit

પંજાબી રેસીપી મા પનીર ની વાનગી દરેક ને ખુબજ પસંદ આવતી હોય છે તેથી અમે પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત , Paneer do pyaza recipe in Gujarati- Paneer do pyaza banavani rit લાવ્યા છીએ.
3.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Paneer do pyaza recipe ingredients

  • 200 ગ્રામ પનીર
  • 1 ડુંગરી ના કટકા
  • 1 ચમચી જીરૂ
  • 1 ચમચી કલોનજી/ ડુંગરીના બીજ
  • 1 ચમચી આખા ઘણા
  • સ્વાદ મુજબ મીઠું

ગ્રેવી માટે જૂરી સામગ્રી

  • 2 ડુંગરી ના કટકા
  • 2 ટામેટા ના કટકા
  • 8-10 કણી લસણ
  • 2-3 લીલા મરચા
  • 2-3 સૂકા આખા લાલ મરચા
  • 5-7 લીલા ઘણા ની દાડી
  • 1 નાનો ટુકડો આદુ
  • 10-15 કાજુ ના કટકા
  • 1 લાલ મરચાનો પાઉડર
  • 1 તમાલપત્ર
  • 1-2 એલચી
  • 1 મોટી એલચી
  • 1 ટુકડો તજ        
  • સ્વાદ મુજબ મીઠું

વઘાર માટે જરૂરી સામગ્રી

  • 1 નાની ડિગ્રી જીની સુધારેલ
  • 1 નાનું ટમેટું ઝીણું સુધારેલ
  • 1-2 લીલા મરચા જીણા સુધારેલા
  • 1 ચમચી આદુ ની પેસ્ટ
  • પા ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું નો પાવડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 2-3 ચમચી ક્રીમ
  • 4-5 દાડી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી માખણ
  • 1 ચમચી કસુરી મેથી
  • સ્વાદ મુજબ મીઠું
  •  તેલ જરૂર મુજબ
  • પાણી જરૂરત મુજબ

Instructions

પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત | Paneer do pyaza recipe in Gujarati | Paneer do pyaza banavani rit

  • સૌ પ્રથમ ગેસપર એક કડાઈમાં ૨ ચમચા તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, સુખા લાલ મરચા, તજ,એલચી, મોટી એલચી નાખો
  • ત્યાર બાદએમાં ડુંગરી ના કટકા નાખી હલવો
  • ત્યારબાદ એમાંલસણ ની કની, કાજુ નાકટકા ,લીલા મરચા ,આદુ નાખી ૪-૫ મિનિટ સેકો
  • ત્યાર બાદએમાં ટમેટા ને ધાણા ની દાડી નાખી ને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા નરમ થાયત્યાં સુંધી સેકો
  • હવે એમાં ૧કપ પાણી નાખી ને ૪-૫ મિનિટ ચડાવો
  • ગ્રેવી બરોબરચડી જાય એટલે ગેસ બંધ કરો ને ઠંડુ કરો ને ઠંડી થાય એટલે એમાંથી આખા મસાલા એટલે કે તજ, તમાલપત્ર ને મોટી એલચી ને કાઢીલ્યો
  • હવે મિક્સરજાર માં પીસી ને સ્મુથ ગ્રેવી બનાવી લ્યો
  • હવે ફરી ગેસપર એક કડાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમા જીરું, આખા ધાણા, કાલોંજી નાખી ને હલાવો
  • હવે એમાં ડુંગરીના કટકા નાખી ૨ મિનિટ સેકો
  • ત્યાર બાદએમાં પનીર ના કટકા નાખી ને સેકો
  • હવે એમાં પાચમચી હળદર, સ્વાદમુજબ મીઠું નાખી ૨ મિનિટ સેકી ને બીજા વાસણ માં કાઢી લ્યો
  • હવે એજ કડાઈમાંફરી ૨ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં આદુ ની પેસ્ટ નખો ત્યાર બાદ એમાં જીનીસુધારેલ ડુંગરી નાખી ને સેકો ત્યાર બાદ એમાં ટમેટા જીના સુધારેલા નાખી ને ફૂલ તાપેસેકો ત્યાર બાદ એમાં જીના સુધારેલા મરચા નાખી ને સેકો
  • હવે એમાં પાકપ પાણી નાખો જેથી મસાલા બડી ના જાય
  • હવે એમાં લાલમરચાનો પાવડર, ધાણા જીરુંપાવડર, હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને સેકો
  • ત્યાર બાદએમાં પીસેલી ગ્રેવી નાખી ને ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડાવો
  • ત્યાર બાદએમાં પા કપ પાણી નાખી મિક્સ કરીને ને ખદખદવો
  • ત્યાર બાદએમાં સેકેલી ડુંગરી પનીર નાખી મિક્સ કરો ને ૪-૫ મિનિટ ચડાવો
  • છેલ્લે તેમાંગરમ મસાલો , કસુરીમેથી, માખણ ,લીલા ઘણા ને ક્રીમ નાખી મિક્સકરો
  • તો તૈયાર છેગરમા ગરમ પનીર દો પ્યાજા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો