ચોખાના પાપડ બનાવવા સૌપ્રથમ એક મોટા જાડા તળિયાવાળી તપેલીમાં ચોખા ના લોટ ને ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
ચોખાના લોટમાં છ કપ જેટલું પાણી નાખતા જઈ હલાવતા રહો જેથી ગાંઠા ના પડે લોટ ને પાણી બરોબરમિક્સ થઈ જાય એટલે તપેલી ને ગેસ પર મૂકી મિડીયમ તાપે હલાવતા રહો ને ચડાવો
ચોખાને ચડાવો ત્યારે ધ્યાન રાખવું કે તરીયમાં ચોંટે નહિ દસ મિનિટ પછી જો જરૂર લાગે તો પહેલા બે કપ પાણી નાખવું ને ત્યાર બાદ પણ જો જરૂર લાગે તો બીજો એક કપ પાણી નાખી મિક્સ કરો
વીસ મિનિટ બાદ તૈયાર લિક્વિડ ચમચા પર એક પાતળા પડ જેમ ચોટેલ રહે કે પછી તપેલી ની કિનારીપર પાતળી પારદર્શક પટ્ટી બનતી હોય તો ચોખા નું મિશ્રણ તૈયાર છે હવે એમાં આદુ પેસ્ટનાખી મિક્સ કરી પાંચ બીજી મિનિટ ચડાવો
હવે તૈયાર મિશ્રણ ને ગેસ પર થી ઉતારી લ્યો એમાં ઝીણા સુધારેલા ધાણા , ચીલી ફ્લેક્સ ને જીરું નાંખીમિક્સ કરી લ્યો(અહી તમને જે ફ્લેવર્સ પસંદ હોય એ મિક્સ કરી શકો છો)
હવે ઘરમાં કે તડકામાં પ્લાસ્ટિક ની થેલી પાથરી દો ને એના પર બે ત્રણ ચમચી તૈયાર ચોખાનું મિશ્રણ નાખી ફેલાવી દયો ને સુકાવા દયો
તૈયાર પાપડ ને એક બે દિવસ તડકા માં સૂકવો અથવા જો ઘરમાં સુકાવા હોય તો પંખા નીચે ત્રણ ચાર દિવસ સૂકવવા
સુકાઈને તૈયાર પાપડ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને જ્યારે પણ પાપડ ખાવા ની ઈચ્છા થાય ત્યારે ફૂલ તાપે તેલ ગરમ કરી બને બાજુ તરી લ્યો ને ચા સાથે મજા લ્યો ચોખા ના પાપડ