સૌ પ્રથમ પાનકોબી ને ધોઇ સાફ કરી લ્યો ને ત્યાર બાદ સાવ ઝીણી સુધારી લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગરી, લીલા મરચા,લીલા ધાણા સુધારેલા, આદુ લસણ ની પેસ્ટ,મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, ને મીઠું નાંખી બરોબર મિક્સ કરો ને એ મિશ્રણ ને દસ મિનિટ એક બાજુ મૂકો
આમ કરવાથી પણ કોબી માંથી પાણી અલગ થશે હવે દસ મિનિટ પછી ફરીથી મિશ્રણ ને ચમચા વડે મિક્સ કરો ત્યારબાદ એમાં જરૂર મુજબ બેસન ને કોર્ન ફ્લોર નો લોટ નાખતા જઈ મિક્સ કરો અને બરોબર બાઈડિંગ (એક બીજા થી અલગ ના થઈ જાય એટલે) આવે એ માટે જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો
(જો જરૂર લાગે તો જ પાણી નાખવું મિશ્રણ ને ઘટ્ટ જ રહેવા દેવાનું છે) તૈયાર મિશ્રણ ને પાંચ મિનિટ રેસ્ટ આપો
હવે ગેસ પર એક તવી ગરમ મૂકો એને તેલ થી ગ્રીસ કરો ને જે તૈયાર મિશ્રણ ને જે સાઇઝ ના પેનકેકબનાવવા હોય એટલું મિશ્રણ નાંખી મિડીયમ જાડું ફેલાવો એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે બીજી બાજુ ઉથલાવી થોડું તેલ નાખી ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે તૈયાર છે આમ બધા પેન કેક બનાવી તૈયાર કરો પાનકોબી પેન કેક