લસણનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ લસણ ને ફોલી લ્યો ને પાણી થી ધોઈ લ્યો ને કપડામાં નાખી કોરા કરી પંખા નીચે સાવ કોરા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં રાઈ નું તેલ (અથવા તમે જે તેલ વાપરતા હો તે નાખી શકો છો) જો રાઈ નું તેલ વાપરો તો એક વાર તેલ ને ફૂલ ગરમ કરી ને એમાંથી ધુમાડા નીકળે ત્યાં સુંધી ગરમ કરોને પછી ગેસ બંધ કરી થોડું ઠંડું થવા દયો એક વાર તેલ ઠંડુ થાય એટલે ફરી ધીમે તાપે તેલ ગરમ કરવું
ત્યાર બાદ એમાં હિંગ નાખો ત્યાર બાદ લસણ ની કણીઓ નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવી શેકતી વખતે થોડું મીઠું નાખવું જેથી લસણ જડપી બરી ના જાય ને અંદર સુંધી ચડી જાય ને લસણ માં કચાસ ના રહે
લસણની કણીઓ બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરો અને એમાં રાઈ ના કુરિયા, મેથી દાણા પાઉડર, વરિયાળી પાઉડર , લાલ મરચાનો પાઉડર ને હળદર નાખી હલાવતા રહી મિક્સ કરો
હવે એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો અને જો જરૂર લાગે તો ફરી થોડું મીઠું નાખી મિક્સ કરોતો તૈયાર છે લસણનું અથાણું
જો તમે અથાણું ખાટું મીઠું કરવું હોય તો વિનેગર સાથે એમાં છીણેલો ગોળ નાંખી હલાવી મિક્સ કરી ગોળ ને ઓગડાવી લેવો જેથી વિનેગર ની ખટાસ ને ગોળ ની મીઠાસ ના કારણે અથાણું ખૂબ ટેસ્ટી લાગશે