Go Back
+ servings
ફરાળી કઢી રેસીપી - farali kadhi recipe - ફરાળી કઢી બનાવવાની રીત - farali kadhi banavani rit - farali kadhi recipe in gujarati

ફરાળી કઢી બનાવવાની રીત | farali kadhi banavani rit | farali kadhi recipe in gujarati

આજે આપણે ફરાળી કઢી બનાવવાની રીત - farali kadhi banavani rit શીખીશું. વ્રત કે ઉપવાસ હોય હેલ્થી અને સ્વાથ્ય ને ફાયદાકારક શું બનાવવું એ દરેક ને સમસ્યા હોય છે કેમ કે વધારે પડતાં ફરાળ તેલ માં તરી નેબનાવતા હોય છે ને જે ઓછા તેલ માં બનતા હોય એ એકલા ખાવા માં સારા નથી લાગતા એમની સાથેકંઈક બીજું જોઈએ જેમ કે સામો , ફરાળી રોટલી કે પરાઠા હોય તો એનીસાથે કંઇક જોઈએ ને બટાકાનું શાક બનાવીએ તો ગેસ થવાની સમસ્યા થાય તો આજ અમે એનો સારો વિકલ્પ લઈ આવ્યા છીએ જે બનાવવી ખૂબ સરળ ને જડપી છે ને ખૂબ ટેસ્ટી છે તો ચાલો ફરાળીકઢી રેસીપી - farali kadhi recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફરાળી કઢી બનાવવા જરૂરી સામગ્રી | farali kadhi banava jaruri samgri

  • ¾ કપ ખાટું દહીં
  • 3 ચમચી શિગોડાનો લોટ - રાજગરા નો લોટ
  • 1 -2 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • 2 લવિંગ
  • 1 સૂકું લાલ મરચું
  • 7-8 મીઠા લીમડા ના પાન
  • ½  ચમચી આદુ પેસ્ટ
  • 1-2 લીલું મરચું સુધારેલ
  • 1-2 ચમચી ગોળ સુધારેલ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • 3-4 ચમચી લીલાધાણા સુધારેલા
  • 2 કપ પાણી

Instructions

farali kadhi recipe -  ફરાળી કઢી બનાવવાની રીત - farali kadhi banavani rit

  • ફરાળી કઢી બનાવવા સૌપ્રથમ એક તપેલી દહીં લ્યો એમાં શિગોડા નો લોટ અથવા રજગરા નો લોટ લ્યો એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બધી જ સામગ્રી ને ચમચા વડે બરોબર મિક્સ કરો જેથી એમાં ગાંઠા ન રહે
  • બધું બરોબર મિક્સ કરીને એમાં પાણી નાખો ને ફરી થી બરોબર મિક્સ કરી લ્યો  અને તૈયાર મિશ્રણ એક બાજુ મૂકો
  • ગેસપર એક કડાઈમાં ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં જીરું, લવિંગ, લીલું મરચું સુધારેલ, મીઠા લીમડા ના પાન ને સૂકું લાલમરચું કટકા કરી ને નાખો ને ચમચાથી મિક્સ કરો
  • હવે એમાં આદુ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકો આદુ શેકાઈ જાય એટલે તપેલી માં જે મિશ્રણ બનાવીમૂક્યું હતું એને હલાવી કડાઈમાં નાખો ને બરોબર મિક્સ કરો
  • ગેસ ધીમો કરી હલાવતા થી જ્યાં સુંધી એમાં એક ઉભરો ના આવે કેમ કે જો હલવો નહિ તો મિશ્રણફાટી પાણી પાણી જેવું બની જસે એટલે ઉભરો આવે ત્યાં સુધી બરોબર હલાવતા રહો
  • કઢીમાં ઉભરો આવે એટલે એમાં ગોળ નાખો ને મિક્સ કરી પાંચ સાત મિનિટ ઉકળવા દયો વચ્ચે વચ્ચેહલાવતા રહેવું ઉકળવા થી કઢી ઘટ્ટ થશે
  • સાત મિનિટ પછી કઢી બરોબર ચડી ને થોડી ઘટ્ટ થાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સકરો ને ગેસ બંધ કરો
  • તૈયાર કઢી ને સાવ/સામો, ફરાળી રોટલી કે પરાઠા કે સાબુદાણા ની ખીચડી સાથેગરમ ગરમ સર્વ કરો

farali kadhi recipe in gujarati notes

  • જો તમે મીઠા લીમડાના પાન વ્રત ઉપવાસ માં ના ખાતા હો તો ના નાખવા
  • કઢી હમેશા ઘી માં જ વઘરવી એનાથી એનો સ્વાદ સારો આવે છે
  • જો તમારે ખાટી કઢી બનાવવી હોય તો ગોળ ના નાખવો પરંતુ ખાટી મીઠી કઢી ખૂબ સારી લાગશે
  • જો તમારે કઢી થોડી ઘટ્ટ જોઈએ તો ત્રણ ની જગ્યાએ ચાર ચમચી ફરાળી લોટ નાખવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો