મસાલા ભાખરી બનાવવા માટે સૌ પ્રથમ મેથી ને સાફ કરી પાણી થી બે ત્રણ વાર ધોઇ લ્યો જેથી એમાં રહેલ કાકરી સાફ થઈ જાય ત્યાર બાદ ધોયેલી મેથી ને નીતરવા દયો જેથી એનું પાણી નીકળી જાય
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને તેમાં હિંગ નાખો ને ત્યાર બાદ આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરો હવે એમાં લાલમરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી મિક્સ કરો ને ત્યાર બાદ સાફ કરી નીતરવા મુકેલી મેથી નાખી બે ત્રણ મિનિટ શેકો ને બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો
ત્યારબાદ એક મોટા વાસણમાં ઘઉંનો કરકરો લોટ ને ઘઉં ના લોટ ને ચારણીથી ચારી ને લ્યો હવે એમાંબે ત્રણ ચમચી તેલ ને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાંજે મેથી શેકી હતી એ નાખી દયો ને ફરી બધું બરોબર મિક્સ કરો
હવે એમાં એક એક ચમચી દહીં નાખતા જઈ કઠણ લોટ બાંધો ને બધેલાલોટ ને બે મિનિટ મસળી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ મૂકો જેથી બધા મસાલા બરોબર મિક્સ થઇ જાય
દસ મિનિટ પછી પાછો લોટ ને મસળો ને એમાંથી મિડીયમ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને લુવા ને તેલ લગાવેલ પાટલા પર મૂકી પુરી સાઇઝ ની મીડીયમ જાડી ભાખરી વણી લ્યો આમ બધી ભાખરીઓ વણી ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક તવી ગરમ મૂકો તવી ને તેલ થી ગ્રીસ કરો ને જેટલી ભાખરી સમય એટલી ભાખરી થોડાઅંતરથી મૂકો ને એક બાજુ થોડી ચડી જાય એટલે ઉથલાવી લ્યો ને બીજી બાજુ થોડી ચડાવો
હવે દરેક ભાખરી ને કપડા થી દબાવી ને બને બાજુ શેકો ભાખરી થોડી શેકાઈ જાય એટલે એને તેલ લગાવી તવિથા થી દબાવી ને શેકો બને બાજુ ભાખરી ચડી જાય એટલે એને તવી પર થી ઉતારી બીજી ભાખરીશેકવા નાખો આમ બધી ભાખરી શેકી લ્યો
તૈયાર મસાલા ભાખરી ને ગરમ ગરમ પણ ખાઈ શકો છો ને ઠંડી થાય ત્યાં બાદ પણ ખાઈ શકો છો